________________
૧૪૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પણ શરીર આવું નહોતું. આથી વિસ્મિત બનેલા અને mતની સપાટી પર સ્ત્રીનું પણ અસ્તિત્વ છે-એ વાતને પણ નહિ જાણતા તે વલ્કલચીરીએ, પેલી વેશ્યાઓને, તેમનું શરીર આવું સુકોમળ તથા ઉન્નત વૃaઃસ્થલવાળું કયા કારણથી છે તે પૂછ્યું. વેશ્યાઓએ કહ્યું કે- “અમારા આશ્રમનાં મા રસવાળાં જે વનફળો છે, તેનું આસ્વાદન કરવાથી શરીર આવું બને છે.' વલ્કલચીરીએ એ વાત પણ માની લીધી.
જુઓ કે-વય યુવાન છે, છતાં અજ્ઞાન એવું છે કે તેનામાં ભોગરાગ જન્મ્યો નથી. આવી જ રીતિએ, જે જીવ ચરમાવર્તમાં આવી જાય, તે જીવ તરત જ ધર્મરાગને પામી જાય એવો નિયમ નહિ. જીવ ચરમાતર્તમાં આવ્યો એટલે કાલ પાકયો, પણ બાકીનાં ચારે ય કારણોનો પણ સમાગમ થવો જોઇએ ને ? કાળ પરિપક્વ થયો, એ સૂચવે છે કે-સ્વભાવની પ્રિતકૂળતા પણ નથી. હવે તો અથડામણ મુખ્યત્વે કર્મ અને પુરુષાર્થ વચ્ચે રહેવાની; કારણ કે-ચરમાવર્તમાં આવ્યો એટલી ભવિતવ્યતાની પણ અનુકૂળતા ખરી ને ? જો કે-સમ્યગ્દર્શન ગુણના પ્રકટીકરણ અંગે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાલ શેષ રહે ત્યાં સુધી પણ કાલદોષની મુખ્યતા ગણાય છે. આમ છતાં પણ, ચરમાવર્તમાં આવેલા જીવને પુણ્ય જો યારી આપે, એથી એને જો સારી સામગ્રી મળે, તો એને મોક્ષાભિલાષને અને એ અભિલાષાપૂર્વકના ધર્મરાગને પામવાનો અવકાશ છે. એ સંયોગોમાં પુરૂષાર્થની પ્રધાનતાથી જીવ પરિણામે શુદ્ધ ધર્મને પમાડે એવા ધર્માચરણોને સેવનારો પણ બની શકે છે.
આપણે અહીં એવા ભવ્ય જીવની વાત કરી રહ્યા છીએ, કે જે જીવમાં શુદ્ધ ધર્મનો રાગ પ્રગટે એવી સ્વભાવસિદ્ધ યોગ્યતા પણ છે અને જે જીવ શુદ્ધ ધર્મનો રાગ પ્રગટે એવા કાલમાં પણ આવી ગયો છે. એ માટે જ આપણે વલ્કલચીરીનું ઉદાહરણ લીધું છે. ચરમાવર્ત કાલના ધર્મરાગના સ્વરૂપને સમજાવવાને માટે ઉપકારિઓએ યુવાનના ભોગરાગને આગળ ધર્યો છે. ભોગરાગના યોગે યુવાનને જેમ બાલક્રીડાઓમાં કશો જ રસ