________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૯૭
સુથી તો જીવ સમ્યક્ત્વના બીજને પણ પામી શકતો નથી; એટલું જ નહિ, પણ ત્યાં સુધી તો જીવ શ્રી નિશાસનની કોઇ માત્ર કોરી ક્રિયાને પણ પામી શકતો નથી. એવા જીવને તો શ્રી નવકાર મંત્રના પ્રથમ પદનો જે ઉચ્ચાર, તે પણ પ્રાપ્ત થતો નથી. ત્યારે પ્રશ્ન એ છે કે-આ બધાની પ્રાપ્તિ જીવને જો થાય તો તે કયારે થઇ શકે ? ત્યારે જ, કે જ્યારે સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી થવા પામે ! ગ્રન્થિદેશને તથા દ્રવ્ય શ્રુતને અને દ્રવ્ય ચારિત્રને પામે તો પણ અપૂર્વકરણને પામે નહિ એવા જીવો
શાસ્રકાર પરમર્ષિ ફરમાવે છે કે-જીવો જ્યારે આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાં પણ ઓછી, એટલે કે-પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળા બને છે; ત્યારે એવા જીવોમાંનો કોઇક જીવ અપૂર્વકરણ દ્વારા શુદ્ધ ધર્મને પામે છે. કરણ એટલે અધ્યવસાય, કે જે પરિણામ તરીકે ઓળખાય છે. કરણોના મુખ્ય વિભાગો ત્રણ છે : પહેલું યથાપ્રવૃત્તિ-કરણ, બીજું અપૂર્વ-કરણ અને ત્રીજું અનિવૃત્તિ-કરણ. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મો જ્યારે એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન સ્થિતિવાળાં બને છે, ત્યારે જીવ ગ્રન્થિદેશે આવ્યો-એમ કહેવાય છે. ગ્રન્થિદેશને સુધી તો, અભવ્યો અને દુર્વ્યવ્યો પણ અનંતી વાર આવી શકે છે. ગ્રન્થિદેશને જીવ પુરષાર્થના બલે જ પામે છે, એવું નથી. ગ્રન્થિદેશને પામવામાં પણ પાંચેય કારણોનો સમાગમ તો જોઇએ જ, પણ ગ્રન્થિદેશને પામવામાં પુરુષાર્થની પ્રધાનતા ગણી શકાય એમ નથી. ગ્રન્થિદેશનીપ્રાપ્તિ જીવને નદીધોલપાષાણ-ન્યાયે થાય છે. નદીમાં અથડાતા પત્થરો જેમ ટીચાતા ટીચાતા એવા ગોળ બની જાય છે કે-કદાચ કારીગરો પણ એ પત્થરોને એવા ગોળ અને સ્પર્શમાં મુલાયમ બનાવી શકે નહિ; એવી રીતિએ જે જે કાર્યોનિ નિષ્પત્તિ થાય, તે તે કાર્યો નદીઘોલપાષાણ-ન્યાયે નિષ્પન્ન થયાં