________________
૧૯૬
થાનક ભાગ-૧
જો વધુમાં વધુ સમયને માટે ટકી શકે, તો તે તેની જેટલી સ્થિતિ બંધાએલી હોય તેટલા સમયને માટે જ તે આત્માની સાથે ટકી શકે. બધાં કર્મો પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં જ બંધાએલાં હોય છે અથવા બંધાય છે, એવો પણ નિયમ નથી. જેમ કે-જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, છતાં બધાં જ્ઞાનાવરણીય કર્મો ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં જ હોય, એવો નિયમ નથી. જ્ઞાનાવરણીય કર્મો એથી વધારે સ્થિતિવાળા ન હોઇ શકે, પણ એથી ઓછી સ્થિતિવાળા તો જરૂર હોઇ શકે, જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેમ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, તેમ બાકીનાં ત્રણ ઘાતી કમોની એટલે દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય- એ ત્રણ કર્મોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમની છે, જ્યારે નામ કર્મ અને ગોત્ર કર્ય- એ બે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમની છે. છેલ્લે રહ્યું છે એક આયુષ્ય કર્મ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવે છે કે- “જીવ જ્યારે આ આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો હોય છે, ત્યારે તો એ એવો કિલષ્ટ આશયવાળો હોય છે કે- તે સદુધર્મને પામી શકતો જ નથી.' સધર્મને પામવા જોગી સ્થિતિ તો કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ પ્રાપ્ત થઇ શકે છે. એ ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કથી ? આયુષ્ય કર્મ સિવાયનાં સાતેય કર્મોની સ્થિતિ જ્યારે એક કોટાકોટિ સાગરોપમની થાય, ત્યારે એ સ્થિતિને તે સાતેય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમની પણ હોય, એટલે કે-જીવે મોહનીય કર્મની ૭૦ માંથી ૯૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, જ્ઞાનાવરણીયદર્શનાવરણીય-વેદનીય તથા અંતરાય એ ચાર કર્મોની ૩૦ માંથી ૨૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય અને નામ કર્મ તથા ગોત્ર કર્મની ૨૦ માંથી ૧૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, ત્યાં