________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૯૯ જોગી લાયકાત પ્રગટી શકતી જ નથી, જ્યારે દુર્ભવ્ય જીવોને કાળની અપરિપકવતા પ્રધાનપણે નડે છે, એટલે તેઓ સ્વભાવે મુકિતગમનની યોગ્યતાને ધરનારા હોવા છતાં પણ, તેઓને થયેલી ચન્થિદેશ આદિની પણ પ્રાપિસ્થ, તેઓમાં અપૂર્વકરણને પામવા જોગી લાયકાત પ્રગટાવવાને સમર્થ બનતી નથી. ભવ્ય આત્માઓને માટે પણ અસ્થિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફલ બની શકે છે, કે જ્યારે તેમને ભવિતવ્યતા આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ધર્મની જરૂરીયાત :
જીવનમાં ધર્મની જરૂરીયાત શી છે, મનુષ્ય માત્ર ધર્મ કરવાની શા માટે જરૂર છે, એ વિષે તત્ત્વજ્ઞાની માપુરૂષોએ ઘણી ઘણી વાતો જણાવી છે, અને ભારપૂર્વક ફરમાવ્યું છે કે આ મનુષ્યગતિ ઉત્તમમાં ઉત્તમ હોવા છતાં પણ, એની પ્રાપ્તિ અતિશય દુર્લભ હોવા છતાં પણ, જો એ પામ્યા પછી ધર્મથી, સર્વથા વંચિત રહેવાય, તો એ મહાકમનશિબી છે. ધર્મની જરૂરીયાત તો દુનિયાના સામાન્ય વ્યવહારો ઉપરથી પણ સમજી શકાય તેમ છે. નીતિ આદિ સામાન્ય ધર્મોને, ધર્મમાં નહિ માનનાર અને અધર્મમાં નિ:શંકપણે પ્રવર્તનારને પણ માતવા પડે છે. કારણ કે-એ વિના વ્યવહાર પણ નિભવો મુશ્કેલ બને છે. અનીતિમાનને પણ, પોતે નીતિમાન તરીકે ઓળખાય અને નીતિમાન તરીકેની-પોતાની નામના બની રહે, એવા પ્રયત્નો કરવા પડે છે. એટલે એ દ્રષ્ટિએ વિચારનારને પણ ધર્મની જરૂર સમજાયા વિના રહે તેમ નથી. બાકી જેઓ આત્માના અને કર્મના સંબંધને અને સ્વરૂપને સમજે છે અને માને છે, તેઓ તો ધર્મની જરૂરીયાતને સમજે જ છે. કારણ કે-એક ધર્મ જ એવી વસ્તુ છે કે-એની જો જ્ઞાનિઓની આજ્ઞા મુજબ આચરણા થાય, તો આત્મા જ્યાં સુધી આ સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આરાધના માટે અનુકૂળ સામગ્રીથી વંચિત રહે નહિ અને અન્ત સર્વ સુખના સ્થાન રૂપ મોક્ષને પણ પામ્યા વિના રહે નહિ. જ્ઞાનિઓ ફરમાવે છે કે-આ ઉત્તમ પણ જીવનની કિમત ધર્મ શિવાય નથી