________________
૧૯૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મતીર્થની સ્થાપના કરી અને મુકિતમાર્ગની સ્વતંત્રપણે પ્રરૂપણા કરી. એક માત્ર મુકતાત્મા જ, સર્વ પ્રકારે સુખી હોઇ શકે છે અને એકેય પ્રકારે દુઃખી હોઇ શકતો નથી તેમજ મુકતાત્મા તે જ બની શકે છે, કે જે પોતાના આત્માની સાથેના અનાદિકાલીન કર્મયોગથી સર્વથા રહિત બને છે. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ અને એ તારકે ફરમાવેલા માર્ગને અનુસરનારા પરમષિઓએ માત્ર પુણ્યનો જ માર્ગ નહિ દર્શાવતા, આત્માને કર્મોના યોગથી સર્વથા રહિત બનાવવાનો માર્ગ જ બતાવ્યો. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય કામનો ક્યારે ?
આત્માને, અનાદિકાલીન જડ કર્મોના યોગથી સર્વથા રહિત બનાવવાને માટે, સૌથી પહેલી આવશ્યકતા ભવ્યત્વ-સ્વભાવની છે. પછી ભવિતવ્યતાની છે, પછી કાળની છે અને તે પછી કર્મ તથા પુરૂષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ ન હોય; તો ભવિતવ્યતાના વશથી જીવ વ્યવહાર રાશિમાં આવે તો પણ તે કદી જ કાળની અનુકૂળતાને પામી શકે નહિ અને જીવનો ભવ્યત્વ-સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા મળે નહિ, તો જીવ જ્યાં વ્યવહાર રાશિમાં પણ આવી શકે નહિ. ત્યાં વળી તેને કાળની અનુકૂળતા તો મળે જ શી રીતિએ ? જીવનો ભવ્યત્વ-સ્વભાવ હોય અને ભવિતવ્યતાએ અનુકૂળ બનીને જીવને વ્યવહાર રાશિમાં લાવી મૂકયો હોય, તો એ જીવને ગમે ત્યારે પણ કાળ આદિની અનુકૂવતા પ્રાપ્ત થવાની, એ વાત તો નક્કી જ, પણ જ્યાં સુધી કાળની અનુકૂળતા પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી કર્મની અમુક અનુકૂળતા પ્રાપ્ત થાય તો પણ તે, એ. દ્રષ્ટિએ તો નકામી જ જવાની; કર્મની એ અનુકૂળતા, કોઇ પણ રીતિએ, જીવને પોતાનો જે અનાદિકાલીન જs કર્મોનો યોગ છે, તેને સર્વથા દૂર કરવાની ઇચ્છા સરખી કરાવવાને પણ સમર્થ નિવડવાની નહિ. જીવ જ્યારે ચરમાવર્તન પામે, તે પછીથી જ કર્મ સંબંધી અનુકૂળતા, ભવિતવ્યતા આદિ અનુકૂળ હોય તો જ, જીવને કાર્યસાધક નિવડવાની. આથી જ, શાસકાર પરમષિએ પહેલાં ચરમાવર્તની વાત કરી. ચરમાવર્તમાં પણ,