________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૯૩
જે ઇલાજને અજમાવીને એ તારકોના આત્માઓ સઘળાય જીવોને પોતાની ભાવના મુજબ એકાન્તિક અને આત્મત્તિક સુખના ભોકતા બનાવી શકે, પુણ્યથી સુખસામગ્રી મળે-એ સાચું, પુણ્ય વિના કોઇ પણ સારી સામગ્રી મળી શકે નહિ-એય સાચું, પણ કોઇ જ પુણ્ય એવું છે જ નહિ કે-એ પુણ્ય પ્રાપ્ત થયું એટલે પછી તે સદા કાળને માટે ટકી રહે ! વળી પુણ્યમાં પણ જે સુન્દર કોટિનાં પુણ્યો છે, તે પુણ્યો, જે જીવો વિષયસુખ તથા કષાયસુખના જ અથિઓ છે, તેમને પ્રાપ્ત થતાં જ નથી. કેટલાંક પુણ્યો તો માત્ર મોક્ષના જ આશયથી મોક્ષ સાધક ધર્મનું આચરનારાઓને જ પ્રાપ્ત થઇ શકે છે. વળી પુણ્યોદ્યના કાળમાં પણ બીજા પણ કર્મો આત્માને દુઃખી કરી શકે છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ જો સઘળાય જીવોને પુણ્યની પ્રાપ્તિના માર્ગના રસિક બનાવી દેવાનો વિચાર કરે, તો એ એ વિચાર તારકોની ભાવનાને બંધ બેસતો ગણાય જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ, જગતના રાઘળાય જીવોને જે એકાન્તિક અને આત્મત્તિક સુખના ભોકતા બનાવવાની ભાવનાવાળા બન્યા હતા, તે સુખનો લાભ જીવને તે જ સર્વ કર્મોના યોગથી રહિત બને તો જ થઇ શકે એમ હતું, એટલું જ નહિ પણ કર્મોના યોગથી સર્વથા રહિત બનવાને માટેનો એક માત્ર ઉપાય એ જ હતો કેજીવને સર્વ કર્મોના યોગથી રહિત બનવું હોય, તે જીવે પોતે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા શાસનની જ આરાધના કરવી જોઇએ; આથી, સર્વોત્કૃષ્ટ કોટિની ભાવદયાના સર્વોત્કૃષ્ટ પરિણામવાળા બનેલા ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના આત્માઓએ, પોતાના એ પરિણામોની સફલતાને માટે, એવી જ ભાવના ભાવવા માંડી કે- “જગતના સઘળાય જીવોને હું ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના રસિક બનાવી દઉં !' આવી ભાવનાના યોગે એ તારકોના આત્માઓએ પોતાના અન્તિમ ભવથી ત્રીજા ભવે એવું સર્વોત્તમ કોટિનું પુણ્યકર્મ ઉપાર્યું, કે જે પુણ્યના વશથી જ એ તારકોએ, પોતાના અન્તિમ ભવમાં કેવળજ્ઞાની બન્યા બાદ,