________________
૧૯૨
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
જીવોનો સમાવેશ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દયામાં થતો હતો એવું નથી; ચર્મચક્ષુથી જોઇ શકાય એવા જીવોનો અને ચર્મચક્ષુથી ન જોઇ શકાય એવા જીવોનો પણ-એમ સઘળાય દેહધારી જીવોનો સમાવેશ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દયામાં થતો હતો. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓમાં આમ સઘળાય દેહધારી જીવોને માટે જે દયા પ્રગટી હતી, તે પણ સામાન્ય કોટિની નહિ હતી. સઘળાય જીવો દુ:ખથી મૂકાય અને સુખને પામે, એટલો જ ભાવ એ દયામાં નહિ હતો. એ દયામાં તો એવો ભાવ હતો કે-સઘળાય જીવો દુઃખ માત્રથી એવી રીતિએ મૂકાય, કે જેથી તેમને દુઃખનું કોઈ કારણ જ રહે નહિ તથા તેનું કારણ ઉત્પન્ન થવાય પામે નહિ, એટલે ફરીથી કદી પણ તેઓ દુઃખના એક અંશને પણ પામે નહિ તેમજ સઘળાય જીવો જે સુખને પામે તે સુખ પણ ન તો અધુરૂ હોય કે ન તો કોઇ કાળે કોઇ અંશે પણ ક્ષીણ થાય એવું હોય. સઘળાય જીવો આવા એકાન્તિક અને આત્મત્તિક સુખને પામો-એવી રાત્તમ કોટિની દયાભાવના ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓમાં હતી. એ તારકોના આત્માઓની આવી સર્વોત્તમ કોટિની દયાના પરિણામો પણ હળવા નહિ હતા, પણ સર્વોત્કૃષ્ટ કોટિના હતા. સર્વોત્કૃષ્ટ કોટિના એ પરિણામો એટલે શું ? જો તે સમયે શકય હોય, તો એ તારકના આત્માઓ એક પણ જીવને માટે, તેને એકાન્તિક અને આત્મત્તિક સુખની પ્રાપ્તિ કરાવવામાં, એક ક્ષણનો પણ વિલંબ કરે જ નહિ, એવા એ સર્વોત્કૃષ્ટ કોટિના પરિણામો હતા. આમ સર્વોત્કૃષ્ટ કોટિની દયાના સર્વોત્કૃષ્ટ પરિણામો હોવા છતાં પણ, એ તારકોના આત્માઓને એ જ વિચાર કરવો પડ્યો કે-સઘળાય જીવોને હું ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના રસિક બનાવી દઉં સઘળાય જીવોને હું ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા એક માત્ર મુકિતમાર્ગના રસિક બનાવી દઉં ! કેમ એમ ? કારણ એ હતું કે-સઘળાય જીવોને પોતે ઇચ્છતા હતા તેવા એકાત્તિક અને આત્મત્તિક સુખના ભોકતા બનાવવાનો એક માત્ર ઇલાજ એ જ હતો. બીજો એક પણ ઇલાજ એવો નહોતો જ, કે