________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૯૫
કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ, શુદ્વ ધર્મ રૂપ જે સમ્યક્ત્વ, તે રૂપ જે સર્વ ઇષ્ટોને પૂરવાને સમર્થ એવું કલ્પવૃક્ષ, તેના બીજની પ્રાપ્તિ થાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખી લેવાની છે કેચરમાવર્ત કાલ માત્ર ભવ્ય આત્માઓને જ પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય કાંઇ માત્ર ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય તો અભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે, દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે અને ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે છે. વળી ચરમાવર્ત કાલને પામ્યા પછીથી જીવ અચરમાવર્ત કાલને કદી પણ પામતો નથી, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ પણ જીવને, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ તો વારંવાર એટલે કે અનન્તી વાર પણ થઇ શકે છે. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય ?
હવે આપણે પહેલાં એ જોઇએ કે-કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય છે ? કારણ કે-કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ જીવને બીજ આદિના ક્રમે કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને તે ક્રમે કરીને પણ સમ્યક્ત્વ અપૂર્વકરણથી સાધ્ય છે-એમ શાસકાર પરમષિએ આ છઠ્ઠી વિંશિકાની આદિમાં ફરમાવ્યું છે. જીવની સાથે અનાદિકાલથી જડ કર્મોનો યોગ છે. એ કર્મોના મુખ્ય વિભાગો આઠ છે, એમ જ્ઞાનિઓ ફરમાવે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય- આ આઠ મુખ્ય વિભાગોમાં સઘળાંય કર્મોનો સમાવેશ થઇ જાય છે. આ આઠ પ્રકારનાં કર્મોમાંથી પહેલાં ત્રણ અને છેલ્લે એક, એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચાર કર્મો ઘાતી કર્મો તરીકે ઓળખાય છે. આ આઠેય કર્મોની સ્થિતિ એક સરથી નથી. કર્મોની સ્થિતિનો અર્થ એ છે કે-વધુમાં વધુ તેટલા કાળ પર્યન્ત એ કર્મને એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી ભોગવી શકાય; અથવા તો એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી તે