________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૬૫
કર્મ અને પુરૂષાર્થની સરખી પ્રધાનતા :
આ પ્રસંગ ઉપરથી આપણે જોઇ શકીએ છીએ કે-અનિત્તમ ભાવમાં પણ કેવી ગાઢ મુગ્ધતા હોઇ શકે છે. અન્તિમ ભવમાં ય જેમ ગાઢ મુગ્ધતા સંભવિત છે, તેમ વિષય-કષાયની તીવ્રતાના પ્રકારો આદિ પણ સંભવિત છે. અનિત્તમ ભવમાં, એવી કારમી હાલત હોય તો પણ મુકિતની પ્રાપ્તિનો કાલ નજદિક હોવાથી, તેવા પ્રકારની તથાભવ્યતા હોવાથી અને જીવનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી, કોઇ ને કોઇ નિમિત્તને પામીને જીવ એકદમ ધર્મની આરાધનામાં ઉન્માલ બને છે. મુકિતસાધક પુરૂષાર્થને ખેડવામાં ઉસ્માલ બનેલા એ જીવને કર્મની અનુકૂળતા પણ મળી જ જાય છે. જીવ મુકિતને પામ્યો, એમ કયારે કહેવાય ? એ જ્યારે સકલ કર્મોથી રહિત બને ત્યારે જ ! એટલે મુકિતને માટેનો પુરૂષાર્થ પૂરેપૂરો સફલ બન્યો, એવું કયારે કહેવાય ? જીવના સકલ કર્મો સર્વથા ક્ષીણ, થઇ જાય ત્યારે જ ! કર્મ અને પુરૂષાર્થનો આ સંબંધ છે અને એથી નિશ્ચય નયની અપેક્ષાએ ઉપકારિઓએ મુકતને કર્મજાનત તરીકે પણ વર્ણવેલ છે. કર્મજાનિત કેમ ? તો કે-પૂર્વકૃત સકલ કર્મો જાય તો જ જીવ મુકિતને પામી શકે છે માટે ! તો પછી પુરૂષાર્થનું શું ? તો કે-એના દ્વારા જ જીવ સકલ કર્મોથી રહિત બની શકે છે. આ અપેક્ષાએ સમ્યક્ત્વથી મુકિતની પ્રાપ્તિ પર્યન્ત પુરૂષાર્થની અને કર્મની સમ પ્રધાનતા પણ માનવામાં આવી છે. ઉપકારિઓએ સ્વ-પરના સાચા ઉપકારને માટે રચેલા શાસગ્રન્થોનો જો અભ્યાસ કરવા માંડો, તો આવા કાર્ય-કારણના અનેકવિધ સંબંધોનો પણ ખ્યાલ આવ્યા વિના રહે નહિ. આ માટે પણ પહેલો નિર્ણય તો એ કરવો જોઇએ કે મારે મારાં સકલ કર્મોને ક્ષીણ કરીને એવી અવસ્થા પ્રાપ્ત કરવી છે, કે જે અવસ્થા શાશ્વત છે અને જે અવસ્થામાં માત્ર આત્મરમણતાનું જ નિવિકાર સુખ છે. આવો નિશ્ચય કરીને એ નિશ્ચયને સફળીભૂત બનાવે, એવા પ્રયત્નમાં લાગી જવું જોઇએ.