________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૭૭
લાગે છે અને એથી એને આચરવાનું તેમને મન થાય છે. આવા જીવોને કમે કરીને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની પ્રાપ્તિ થાય, એ હેતુથી ગીતાર્થ મહાત્માઓ તેમને સૌભાગ્યાદિ તપોનું દાન કરે છે. શ્રી વલ્કલચીરીના પ્રસંગમાંથી તમને મુગ્ધ જીવો કેવા હોય છે, તેનો ખ્યાલ તો આવ્યો હશે. શ્રી વલ્કલચીરી એવા મુગ્ધ હતા, માટે જ તેમને ભોગરાગી બનાવવાને માટે રાજા પ્રસન્નચન્દ્ર વેશ્યાઓને અંગસ્પર્શાદિ કરાવવાનું સૂચન કર્યું હતું. એવું કાંઇ અમુગ્ધ જીવોને માટે કરી શકાય ખરું? ભોગના રાગી આત્માને એ અંગસ્પર્શ જેવી અસર કરી શકે, તેવી અસર કાંઇ મુગ્ધ જીવોને એ અંગસ્પર્શ કરી શકે નહિ. મુગ્ધ એવા શ્રી વલ્કલચીરીને એ અંગસ્પર્શથી પણ ભોગની ઇચ્છા થઇ નહોતી, એ તમે જાણો છો. એ જ રીતિએ, મુગ્ધ જીવોને માર્ગ પમાડવાના હેતુથી ગીતાર્થ પહાત્માઓ જે સૌભાગ્યાદિ તપો રૂપ ધર્મક્રિયાઓ કરાવે, તે પરિણામે તો પ્રાય: ઘર્મના સાચા અર્થિપણા આદિને પમાડનારી નિવડે છે અને તે ક્રિયાઓના કાલમાં પણ તે મુગ્ધ જીવોમાં એવા દુન્યવી સુખના હેતુથી જ ધર્મક્રિયાઓને આચરવાનો આગ્રહ પ્રગટતો નથી. વળી કેટલાક જીવો એવા પણ હોય છે કે ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ આ ક્રિયાઓ કહી છે, એવી સદૂભકિતથી ધર્મક્રિયાઓ કરતા હોય, પણ તેમાં આશય સંસારના સુખનો હોય. આવા બધા જીવોને છોડીને, કે જે જીવો ધર્મના સાચા અર્થી પણ નથી તેમજ ધર્મસિદ્ધ પણ નથી, તેવા જીવોમાં જે ધર્મક્રિયાઓ દેખાય, તે તો વસ્તુતઃ ધર્મનું દર્શન નથી જ. કલ્યાણના અર્થીિઓ માટે એવા પ્રકારનું ધર્માચરણ ત્યાજ્ય જ છે. એની અનુમોદના પણ થઇ શકે નહિ. આમ છતાં પણ, ઓને એ જીવોના વિપરીત આશયની માહિતી ન હોય, તેઓને એ જીવોને ધર્મનું આચરતા જોઇને પણલાભ થઇ જાય એ શકય છે. તેઓને એવો લાભ થાય, તો પણ વિપરીત આશયવાળા જીવોને તો એ લાભનો લાભ મળે જ નહિ ! કારણ શું? કારણ એ છે કેએ લાભ થવા પામ્યો તેમાં હેતુ એક તો ધર્મક્રિયાઓ નિજ સ્વરૂપે સુન્દર