________________
૧૮૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પ્રગટે નહિ ? કોને એની પ્રશંસા કરવાનું મન થાય નહિ ? અને કોને એમ ન થાય કે- “હું પણ આવી ધર્મક્રિયાઓને કરું !' જેનામાં સ્વાભાવની, સમજની, લઘુકમિતાની અથવા તો એવી જ કોઇ બીજી ખામી હોય, તેને જ એવા ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓને જોઇને બહુમાન આદિ થાય નહિ. કેટલાક ધર્મસિદ્ધ આત્માઓ એવા પણ હોય છે, કે જેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાની અખંડ આરાધના દ્વારા એવી યોગ્યતા પ્રાપ્ત કરી હોય છે કે-પછી એ તારકની આજ્ઞાના આલંબન વિના પણ એ તારકની આજ્ઞાના આલંબનથી જેવું સારું વર્તન કરવું જોઇએ, તેવું જ સારું વર્તન કરનારા હોય. વળી કેટલાક ધર્મસિદ્ધ આત્માઓ શ્રી વીતરાગ અને સર્વજ્ઞા બનેલા પણ હોય છે. આવા સઘળાય ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ, અન્ય લાયક આત્માઓને માટે શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીજને પમાડનારી નિવડે જ, એ વાતને સમજાવવાને માટે હવે યુકિત આપવાની જરૂર હોય
નહિ.
સાચા ધમર્થિઓની ધર્મક્રિયાઓ :
જે આત્માઓ હજુ સમ્યગ્દર્શન ગુણને પામ્યા નથી, પણ સમ્યગ્દર્શનાદિ ધર્મને પામવાના અર્થી છે અને એથી જ જેઓ ધર્મક્રિયાઓને આચરે છે, એવા આત્માઓની ધર્મક્રિયાઓ પણ પ્રાય: અન્ય યોગ્ય આત્માઓના અન્તરમાં બહુમાન આદિને પ્રગટાવનાર નિવડે તેવી હોય છે: કારણ કે-અર્થી માણસનો એ સ્વભાવ હોય છે કે-પોતાનો અર્થ સરે એવા ઉપાયો પણ, પોતાનો અર્થ સરે એવા પ્રકારે આચરવાનો પ્રયત્ન કરવો. આવા આત્માઓ પણ વિધિબહુમાનવાળા બનીને વિધિ મુજબ કરવાના તથા અવિધિને ટાળવાના પ્રયત્નવાળા હોય છે. એવા આત્માઓને મિથ્યાત્વનો ઉદય હોય છે, પણ તે મન્દ કોટિનો હોય છે. મિથ્યાત્વનો ઉદય મન્દ કોટિનો હોય, પણ તેય કોઈ કોઈ વાર કાંઇ કાંઇ અસર તો નિપજાવે ને ? તેમ છતાં પણ, જે આત્માઓને મિથ્યાવનો ઉદય મન્દ કોટિનો હોય છે, એ દશામાં જેઓ શુદ્ધ ધર્મને પામવાના અભિલાષવાળા હોય છે અને