________________
૧૮૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આરાધના સાથે પ્રભાવનાનો લાભ પણ મળે :
આ વાત અહીં આપણે એટલા પૂરતી કરીએ છીએ કે-આપણી ધર્મક્રિયાઓ કેવી છે, તેનો આપણને ખ્યાલ આવે અને જે ખામી હોય તેને કાઢવાનું મન થાય. આપણી ધર્મક્રિયાઓ એવી છે ખરી, કે જે ધર્મક્રિયાઓને જોઇને અન્ય યોગ્ય આત્માઓના અંતરમાં આ ધર્મક્રિયાઓ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટે ? ખરેખર, કોઇ પણ દોષને વશ બનીને જે પોતાનું બગાડે છે, તે બીજાનું પણ પ્રાય: બગાડે જ છે. ધર્મક્રિયાઓ જેટલી સારી રીતિએ વિધિપૂર્વક થાય, તેટલી જ તે સ્વ-પર ઉભયને ઉપકારક થાય. વિધિબહુમાનપૂર્વક, બાહા ને આત્તર શુદ્ધિના પ્રયત્નપૂર્વક, ધર્મક્રિયાઓને જેવી રીતિએ કરવાનું શાસ્ત્ર ફરમાવ્યું છે, તેવી રીતિએ જો આ ધર્મક્રિયાઓ થાય, તો આ ધર્મક્રિયાઓમાં પણ અસાધારણ શકિત છે. એવી રીતિએ ધર્મક્રિયાઓને આચરવાના પ્રયત્નવાળા પુણ્યાત્માઓ શાસનના આરાધક બનવા સાથે શાસનના પ્રભાવક પણ બની શકે છે. જે આત્માઓના અત્તરમાં ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના શાસન પ્રત્યે સાચો આરાધ ભાવ પ્રગટે છે, તે આત્માઓ જેમ શકિત મુજબની આરાધનામાં ઉજમાલ બને છે, તેમ તેઓમાં જો પુણ્યોદયાદિના યોગે અમુક અમુક વિશિષ્ટ પ્રકારની શકિતઓ હોય છે, તો તેઓ શાસનના પ્રભાવક પણ બને છે. શાસ્ત્રમાં પ્રવચનિક, ધર્મકર્થિક આદિને શાસનના પ્રભાવક તરીકે વર્ણવ્યા છે, તેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષને માટે ફરમાવેલાં ધર્માનુષ્ઠાનોને સારી રીતિએ વિધિ મુજબ આચરનારા પુણ્યાત્માઓને પણ શાસનના પ્રભાવક તરીકે વર્ણવ્યા છે. આપણામાં બીજી કોઇ વિશિષ્ટ શકિત ન હોય તો પણ, આપણે જો ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ ફરમાવેલાં ધર્માનુષ્ઠાનોને, એક માત્ર મોક્ષના આશયથી સારી રીતિએ વિધિ મુજબ આચરવાનો પ્રયત્ન કરીએ, તો પણ આપણે શાસનના આરાધક બનવા સાથે શાસનના પ્રભાવક પણ બની શકીએ. આરાધનાના યોગે જે લાભ થવાનો હોય તે તો થાય જ, પણ તેમાં જ્યારે પ્રભાવનાનો લાભ ઉમેરાઇ જાય, એટલે તો કમાલ થઇ જાય ને ?