________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૮૭ -એ પ્રકારે પણ ધર્મક્રિયાઓ રૂચી નથી. આ રીતિએ સ્વાર્થના હેતુથી જ ધર્મક્રિયાઓ રૂચે એ સારું છે-એમ નથી, પણ આ રીતિએ ય જેઓને ધર્મક્રિયાઓ રચે છે, તેમની ધર્મક્રિયાઓ પણ આટલી બધી માયકાંગલી, ઠામ-ઠેકાણા વગરની, બાહા વિધિની પણ દરકાર વિનાની, આ ક્રિયાઓ કેવી રીતિએ કરવી જોઇએ-તેવી જિજ્ઞાસાથી પણ હીન અને દરેકે દરેક ધર્મક્રિયાઓ ઝટ ઝટ આટોપી લેવાની વૃત્તિવાળી હોતી નથી. આજની ધર્મક્રિયાઓમાંની ઘણા ભાગની ધર્મક્રિયાઓ આવી છે. તેમાં મુખ્યત્વે બે કારણો છે. એક તો ગતાગતિકતા અને બીજું પોતાને જે સ્વાર્થને સિદ્ધ કરવાની ઇચ્છા છે, તે સ્વાર્થ પણ અવશ્ય સિદ્ધ થશે જ-એવા દ્રઢ વિશ્વાસનો અભાવ. કેટલાકને એમ થાય છે કે- “આ બધા કહે છે કે આ ક્રિયાઓથી પાપ ટળે અને પુણ્ય બંધાય, તો આપણે પણ આય થોડું-ઘણું કરતા રહો, કે જેથી આ બધા કહે છે તે સાચું હશે તો વળી આપણી આ ભવની ભીડ પણ ભાગશે અને પરલોકમાં લ્હેર કરવાની મળશે.' આવી રીતિએ ધર્મક્રિયાઓને કરનારાઓ તો શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીજને પણ પામેલા નથી. એવા જીવોને માટે તેઓ બીને પામેલા છે, એમ કોઇ પણ રીતિએ કહી શકાય નહિ. આવી રીતિએ થતી ધર્મક્રિયાઓ, જેઓની પાસે ધર્મક્રિયાઓ ધર્મક્રિયાઓ તરીકે રૂચે એવું નિર્મલ હેલું છે, તેઓના હયામાં બહુમાનને પેદા કરનારી નિવડે નહિ, તો એમાં આશ્ચર્ય પામવા જું કશું જ નથી. ધર્મક્રિયાઓને આચરનારા હોવા છતાં પણ આપણે આ બીજથી પણ જો વંચિત રહી ગયા, તો આપણે માટે એ, તળાવે જઇને તરસ્યા આવવા કરતાં પણ વધારે ખરાબ ગણાશે. ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં ય. સહાયક બની શકે છે :
સમ્યગ્દર્શન એટલે શું ? સાચું તત્ત્વદર્શન, એ સમ્યગ્દર્શન છે. જે જિવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જ જોવાની અને માનવાની અત્માની જે લાયકાત, તેનું નામ છે-સમ્યગ્દર્શન. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ