________________
૧૮૫
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પછી મેળવવા ધારેલું પરમ ફલ કેટલું જલદી મળે ? એ આરાધના અને પ્રભાવનાનું લ એકઠું થઇને ભવાન્તરમાં ધર્મારાધન આદિની કેવી સુન્દર સામગ્રી પૂરી પાડે ? શાસનના પ્રભાવક બનવાની સાચી અભિલાષા ભાવદયામાંથી જ જ્યું છે. ‘જેમ હું આ મોક્ષના સાધનને પામ્યો છું, તેમ સૌ કોઇ મોક્ષના સાધનને પામો' -એવી મનોવૃત્તિ ભાવદયાના ઘરની છે; પણ પોતાના આત્માની જ જ્યાં આવી ભાવદયા ન હોય,ત્યાં અન્ય આત્માઓને માટેની ભાવદયા જ્યે શી રીતિએ ? તમે થોડી-ઘણી પણ ધર્મક્રિયાઓ કરો છો, માટે જ તમને ખાસ કરીને કહેવાનું મન થાય છે કેજે ધર્મક્રિયાઓને તમે કરો છો, તે ધર્મક્રિયાઓને તમે એવી રીતિએ કરવાને માટે પ્રયત્નશીલ બનો, કે જેથી તમને આરાધનાનો તેમજ પ્રભાવનાનો લાભ પણ મળે.
બીજની પ્રાપ્તિ કેવી રીતિએ થાય છે ?
શુદ્ધ ધર્મની પ્રાપ્તિના ક્ર્મમાં પહેલી વાત ધર્મક્રિયાઓની કહી. બીજાઓને ધર્મક્રિયાઓને કરતા જોઇને, એ ક્રિયાઓને કરવાનું પોતાને મન થાય, એ ધર્મવૃક્ષનું બીજ છે. ધર્મક્રિયાઓને કરનારાઓને જોઇને એમ થઇ જાય કે- ‘હું પણ આ ધર્મક્રિયાઓને આચરૂં !' આવી પણ ઇચ્છા કેવી રીતિની હોવી જોઇએ ? બહુમાનપૂર્વકની તેની શુદ્ધ પ્રશંસાપૂર્વકની ! તેના પ્રત્યેના બહુમાનથી સંગત એવી તેની શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય અને એ પ્રકારે એ ધર્મક્રિયાઓને કરવાની ઇચ્છા થાય. સાચી અનુમોદનાનો આ પ્રકાર છે. ધર્મક્રિયાઓને આચરનારાઓનું દર્શન થયું; એ દર્શન થતાંની સાથેજ એ ધર્મક્રિયાઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ પ્રગટ્યો; ધર્મક્રિયાઓ પ્રત્યે આદરભાવ પ્રગટે, એટલે ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યવાનો પ્રત્યે પણ આદરભાવ પ્રગટે જ; ધર્મક્રિયાઓ પ્રત્યે અને ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યવાનો પ્રત્યે આદરભાવ પ્રગટે, એટલે એની કોઇ પણ પ્રકારના સ્વાર્થથી રહિત, ઉપહાસથી પણ રહિત અને ‘આની પ્રશંસા કરવામાં આપણું શું જાય છે ?' -એવા વિચારથી