________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૮૩
છે,' ત્યારે પોતાનો ધર્મક્રિયાઓને આચરવા પાછળ જે પૌગલિક આશય હોય, તે ખટકયા વિના રહે ખરો ? એ પાપાશયને તજી દેવાનું મન થયા વગર રહે ખરૂં? ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના પ્રત્યે ભકિતભાવ હોવાના કારણે જ છે એ તારકોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ ઉપર રૂચિ થઇ હોય, તો એ તારકો જ આશયનો નિષેધ કરતા હોય, તે આશયના નિષેધની પણ એ તારકોની જ આજ્ઞા છે, એવું જાણ્યા પછી એ આશયને તવાનું મન થાય નહિ, એ બને જ નહિ. પૌગલિક આશયના નિષેધની આજ્ઞા જાયા પછી, એ આશયને જો તજવાનું મન થાય નહિ અને એ જ આશયનો આગ્રહ રહે, તો તો સમજવું જોઇએ કે-મૂળ ભક્તિની વાતમાં જ ખામી છે, ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેની સદુભકિતથી જ એ તારકોએ ફરમાવેલી ક્રિયાઓ રૂચી નથી, પણ પૌગલિક આશયથી જ એ ક્રિયાઓ રૂચી છે. સભકિતવાળા આત્માઓમાં પૌગલિક આશય હોય તો પણ, તેના ધર્માચરણમાં પૌગલિક આશય પ્રધાન હોતો નથી, પણ સદુભકિત જ પ્રધાન હોય છે અને એ સદુભકિતમાં પીગલિક આશયને નિવારવાની તાકાત હોવાના કારણે જ, પૌદ્ગલિક આશયવાળા પણ એવા આત્માઓની ધર્મક્રિયાઓ ભાવધર્મને પમાડનારી બની શકે છે. આપણી ધર્મક્રિયાઓ આ કથામાં જાય એવી પણ છે ખરી ? આપણી ધર્મક્રિયાઓ જો આ કક્ષામાં જાય તેવી પણ હોય, તો મોક્ષના આશય આદિની આટલી બધી વિચારણા પછી તો, આપણો પૌગલિક આશય કાં તો નષ્ટ થઇ ગયો હોય અને કાં તો એને નષ્ટ કરવાનો આપણો ઉદ્યમ ચાલુ હોય; એવું કાંઇ છે ? જો એ ન હોય, તો આપણે કાંઇ મુગ્ધ તો નથી જ. આ વાત ઉપરથી દરેકે પોતાના આશયનો વિચાર કરવાનો છે. પોતે જે કાંઇ ધર્મક્રિયાઓ કરે છે, તે ધર્મક્રિયાઓ કયા આશયથી કરે છે અને તે કયા આશયથી કરવી જોઇએ, તેનો વિચાર પોતે જ કરવો જોઇએ.