________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
૧૮૧ એ માટે જ ઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ધર્મક્રિયાઓને આચરનારા બન્યા હોય છે, એવા આત્માઓની ધર્મક્રિયાઓ બાહા રીતિએ બહુ દોષવાળી હોવાનો સંભવ ઘણો ઓછો છે, તેમજ તેવા આત્માઓમાં આત્તર શુદ્વિનો સર્વથા અભાવ હોય છે એમ પણ કહી શકાય નહિ. ચરમાવર્તમાં આવેલા આત્માઓ જ શુદ્ધ ધર્મના આવા અર્થે હોઇ શકે છે. તેમના હૈયામાં મોક્ષાભિલાષ જરૂર પ્રગટ્યો હોય છે અને એથી શુદ્ધ ધર્મના અર્થિપણાના યોગે એ આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરે, તે ધર્મક્રિયાઓ પણ અન્ય યોગ્ય આત્માઓને માટે શુદ્વ ધર્મરૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપક નિવડે તે સ્વાભાવિક જ છે : કારણકે-આવા આત્માઓમાં પણ વિધિબહુમાન હોય છે. ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓની ધર્મક્સિાઓ :
આ બન્ને પ્રકારના આત્માઓની ધર્મક્રિયાઓમાં એટલે ધર્મસિદ્ધ આત્માઓની તથા મોક્ષપ્રાપક ધર્મના અર્થી આત્માઓની ધર્મક્રિયાઓમાં, અન્ય આત્માઓને માટે શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપક બનવાની જે યોગ્યતા હોય છે, તે યોગ્યતા ધર્મક્રિયાઓને આચરનારા બાકીનાઓની ધર્મક્રિયાઓમાં નથી હોતી. આ બે પ્રકારના ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યાત્માઓની ધર્મક્રિયાઓ નિયમા સ્વને અને પરને ઉપકારક નિવડે છે. આ સિવાયના આત્માઓની ધર્મક્રિયાઓને માટે એવું નિશ્ચિંતપણે કહી શકાય નહિ. ગતાનુગતિકપણે અથવા તો મુગ્ધદશામાં ધર્મક્રિયાઓને કરનારાઓની ધર્મક્રિયાઓ આકર્ષે તેવી ન હોય, તો તેમાં નવાઇ પામવા જેવું નથી તેમજ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ ધર્મક્રિયાઓ વિહિત કરેલી છે-એવી સદુભકિતથી પણ પૌગલિક ફલની અપેક્ષાથી ધર્મક્રિયાઓ કરનાર પણ યથાવિધિ ક્રિયા કરનાર તો નથી જ. એવા જીવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોને ભગવાન શ્રી જિનેશ્વરદેવો તરીકે સ્વીકારે છે તથા એ તારકો પ્રત્યે તેઓના હૈયામાં ભકિતભાવ છે, એટલે એ ભકિતભાવથી એ જીવોની પીગલિક અપેક્ષા નાશ પામી શકે છે અને એથી જ તે