________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એવી સદ્ગતિથી તેને આચરનારા જીવોનો તથા ગતાનુગતિકપણે જ ધર્મક્રિયાઓને આચરનારા આત્માઓનો તથા માર્ગના પ્રવેશના હેતુથી ધર્મક્રિયાઓમાં યોજાએલા મુગ્ધ જીવોનો અને ચોથો વિભાગ-કેવળ પૌદ્ગલિક સુખના આશયથી અને મોક્ષનો આશય જોઇએ-એવું જાણવા મળે તોય એ સમજને હૈયે સ્પર્શવા દીધા વિના જ ધર્મક્રિયાઓને આચરનારાઓનો. આ ચાર પ્રકારના જીવોની ધર્મક્રિયાઓનું દર્શન થાય. આ ચાર પ્રકારના જીવોમાંથી કયા કયા પ્રકારના જીવોની ધર્મક્રિયાઓના દર્શનથી સદુધર્મ રૂપી કલ્પવૃક્ષના બીની ઉત્પત્તિ થઇ શકે, એ વાત પણ વિચારવા જેવી છે.
ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ :
સમ્યગ્દર્શનાદિ ગુણોને પામેલા આત્માઓ, એ ધર્મસિદ્ધ આત્માઓ છે. ધર્મસિદ્ધ આત્માઓની ધર્મ:ક્રયાઓ, ઘણી જ સુન્દર અને એથી લઘુકર્મી વિચક્ષણ આત્માઓને ઝટ આકર્ષી શકે એવી હોય, એ સ્વાભાવિક છે : કારણ કે-એ આત્માઓનો ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાઓ પ્રત્યેનો રાગ અનુપમ કોટિનો હોય છે. શાસ્ત્ર જે જે સ્થાને જે જે ધર્મક્રિયાઓ જે જે રીતિએ કરવાની કહી હોય તથા તેમાં જે જે પ્રકારની બાહ્ય અને આભ્યન્તર શુદ્ધિ જાળવવાની કહી હોય, તે તે સ્થાને તે તે ધર્મક્રિયાઓ તે તે રીતિએ કરવાની તથા તેમાં તે તે પ્રકારની બાહ્ય અને આભ્યન્તર શુદ્ધિ જાળવવાની, ધર્મસિદ્ધ આત્માઓને ખૂબ જ કાળજી હોય છે. એટલી કાળજી હોવા છતાં પણ, અનેક કારણોસર, ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓમાં અવિધિદોષ આવી જાય, એ સુસંભવિત છે; પણ એ અવિધિદોષ પણ ધર્મસિદ્ધ આત્માઓને ખટકયા વિના રહેતો નથી. ધર્મસિદ્ધ આત્માઓમાં વિધિબહુમાન એટલું જોદાર હોય છે કે-થોડીક અવિધિ થઇ જાય તોયે તે એમને ગમતું નથી અને એથી પોતાની સ્થાનોચિત ધર્મક્રિયાઓને સર્વ પ્રકારે વિધિ મુજબ જ કરવાનો તેમનો પ્રયત્ન ચાલુ હોય છે. આવા મહાત્માઓની ધર્મક્રિયાઓને જોઇને કોના હૈયામાં બહુમાન
૧૭૯