________________
૧૭૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે એ છે અને બીજો હેતુ એને જોનારો આત્મા લાયક છે એ છે, પણ વિપરીત આશયવાળો જીવ એવો લાયક નથી કે-એ એની લાયકાતના બળે, પોતે જે ધર્મક્રિયાઓને આચરે છે, તેના દર્શનથી બીજાઓને લાભ પમાડી શકે. ગતાનુગતિકપણે કરનારા તથા મુગ્ધ જીવોની ધર્મક્રિયાઓનો તો આ વિષયમાં બહુ વિચાર જ કરવા જેવો નથી. પરમ ફ્લને પમાડનારી ધર્મક્રિડ્યાઓ :
ધર્મના સાચા અર્થી અથવા તો ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ જ ધર્મવૃક્ષના પરમ ફલને પમાડી શકે છે. એ બન્નેય આત્માઓ ધર્મવૃક્ષના પરમ ફલના અર્થી છે. ધર્મનો સાચો અર્થી આત્મા ધર્મક્રિયાઓને આચરે છે, કારણ કે-એને પરમ ફલને પમાડનાર ધર્મનો ખપ છે. એ એને મેળવવો છે. ત્યારે ધર્મસિદ્ધ આત્મા ધર્મક્રિયાઓને કેમ આચરે છે? તેમાં બે કારણો છે : એક તો એને ધર્મક્રિયાઓ સિવાયની કોઇ પણ ક્રિયામાં ચેન પડતું નથી. બીજી કોઇ ક્રિયામાં એને જો ચેન પડતું હોય, તો એમ સમજી લેવું કે-તેની એ ક્રિયાની અન્તર્ગત પણ કોઇક સ્થલે ધર્મનો અંશ રહેલો છે અને એ અંશના પ્રતાપે જ એ તેવી ધર્મક્રિયા સિવાયની ક્રિયામાં પણ ચેન અનુભવી શકે છે. ધર્મસિદ્ધ આત્મા ધર્મક્રિયાઓને આચરે છે, તેમાં પહેલું કારણ તો એ છે કે-એને ધર્મક્રિયાઓ સિવાય ચેન પડતું નથી અને બીજું કારણ એ છે કે-પોતાનો જેટલો ધર્મ હજુ પણ સિદ્ધ નથી થયો, તેને સિધ્ધ કરીને તેને પરમ ફલને પ્રાપ્ત કરવું છે. આ ઉપરથી તમે સમજી શકયા હશો કે-સંપૂર્ણ સ્વભાવસ્થતાને પામેલા ધર્મસિદ્ધ આત્માઓની આ વાત નથી, પણ એવા ધર્મસિદ્ધ આત્માઓની આ વાત છે, કે જેઓ બીજા જીવો પણ ચર્મચક્ષુ દ્વારા જોઇ શકે એવી પણ ધર્મક્રિયાઓને આચરે છેધર્મક્રિયા-કારકોના ચાર વિભાગ :
આ રીતિએ ધર્મક્રિયાઓને આચરનારા આત્માઓને ચાર વિભાગોમાં પણ વહેંચી શકાય. પહેલો વિભાગ-ધર્મસિદ્ધ આત્માઓનો, બીજો વિભાગધર્મના સાચા અર્થી આત્માઓનો, ત્રીજો વિભાગ-ધર્મક્રિયાઓ જિનોકત છે