________________
૧૭૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ઢીલ હોય તો તે માત્ર તમારા પ્રયત્નોની જ છે. સદ્ગુરૂઓની સુદેશના આદિનો સંયોગ જ કોઇ જીવોને જ્યારે મળે, ત્યારે જો તેઓમાં યોગ્યતા હોયતો તે સુંદર પરિણામ નિપજાવ્યા વિના રહેતો જ નથી; અને જીવો અયોગ્ય હોય તો તેમાં બીજો કોઇ ઉપાય પણ નથી. ધર્મદર્શન ધર્મક્રિયાઓથી :
ધર્મ, એ કોઇ એવી વસ્તુ નથી, કે જેને ચર્મચક્ષુઓ દ્વારા જોઇ શકાય. વસ્તુનો સ્વભાવ-એ ધર્મ, એ નિયમ મુજબ આત્માનો સ્વભાવ એ જ આત્માનો ધર્મ છે અને એથી તે આત્માની સાથે જ હોય છે. આત્મા એ જેમ ચર્મચક્ષુ દ્વારા દેખાય એવો પદાર્થ નથી, તેમ આત્માનો સ્વભાવ પણ ચર્મચક્ષુ દ્વારા દેખાય તેવું નથી. હવે જ્યારે આત્માના સ્વભાવને ચર્મચક્ષુ દ્વારા જોઇ શકાય નહિ, ત્યારે ધર્મનું દર્શન શી રીતિએ થાય ? ચેતનયુકત દેહમાં રહેલા આત્માનું દર્શન જે રીતિએ થઇ શકે છે, તે રીતિએ અમુક દેહમાં આત્મા રહેલો છે કે નહિ, તે આપણે જેમ લક્ષણો દ્વારા જાણી શકીએ છીએ, તેમ ધમિમાં રહેલા ધર્મને પણ ધર્મક્રિયાઓ આદિ દ્વારા જાણી શકાય છે. ધર્મક્રિયાઓ ક્યાં ક્યાં સંભવે ?
ધર્મક્રિયાઓ કાં તો ધર્મના સાચા અર્થી આત્મામાં સંભવે અને કાં તો ધર્મસિદ્ધ આત્મામાં સંભવે. ધર્મના સાચા અર્થી પણ નહિ અને ધર્મસિદ્ધ પણ નહિ, એવાય આત્માઓમાં ધર્મક્રિયાઓ સંભવી શકે, પણ તેનું બહુ મહત્ત્વ નથી. એવા આત્માઓનું પણ વર્ગીકરણ કરવું પડે તેમ છે. કેટલાક આત્માઓ ગતાનુગતિકપણે જ ધર્મક્રિયાઓને આચરનારા હોય છે, ત્યારે કેટલાક આત્માઓ એવા મુગ્ધ હોય છે કે-તેમને સમજાવવા માત્રથી તેઓ સંસારના અને મોક્ષના સ્વરૂપને સમજી શકે જ નહિ. એજીવોમાં સમજશકિત એટલી બધી ઓછી હોય છે કે-તેમના અંતરમાં જેમ મોક્ષનો આશય પ્રગટી શકતો નથી, તેમ તેમને સંસારના આશયથી જ ધર્મક્રિયા કરવાનો આગ્રહ પણ હોતો નથી. તેઓને ધર્મક્રિયા ગમે છે, ઓધ રીતિએ કલ્યાણકારી
ધર્મક્રિયાઓ
કો તો ધર્મના સાથ
અર્થ પણ નહિ