________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૭૫
અનેક મો હયાતિને ભોગવતા હોય, એટલે કયા ધર્મનો કર્યા ઉપાય આચરવો, એનું પણ જીવ અન્વેષણ કરે, એ સુશકય છે. એ પછી એ જીવ પોતાને જે ઉપાયો યોગ્ય લાગ્યા હોય તે ઉપાયોમાં પ્રવૃત્તિ કરે, પણ જો તે આભિગ્રાહિક મિથ્યાત્વવાળો ન બની જાય અને માધ્યસ્થ્યભાવને ધરતો થકો વિવિધ ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો રહે, તો તેનો વિકાસ અટકી પડે નહિ. એ જીવને પુણ્યોદયે જો સદ્ગુરૂનો સુયોગ પ્રાપ્ત થઇ જાય, તો એ સદ્ગુરૂની સુદેશના આદિથી એ જીવને સમ્યક્ત્વ રૂપ ભાવધર્મની પ્રાપ્તિ પણ થઇ જાય. અત્યાર સુધી એ જે દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અનિશ્ચિત હતો, તે સુનિશ્ચિત બની જાય. આપણે તો એવા ભાગ્યશાલી છીએ કે-આપણને જૈનકુલમાં જન્મ થવાના પ્રતાપે અતિ દુર્લભ એવી સુન્દર સામગ્રી મળી ગઇ છે. તમને જો ખ્યાલ આવી શકે, તો તમે પોતે એવી કલ્પના કરી શકો કે-ખરેખર, આપણા સદ્ભાગ્યની અવિધ છે. આટલી બધી સામગ્રી મળ્યા પછી પણ, તમને જો તમારા આવા સર્વોત્તમ કોટિમાં ગણાય તેવા સભાગ્યનું સાચું સ્વરૂપ ખ્યાલમાં ન આવે, તો એ કમનસિબી પણ અસામાન્ય કોટિની ગણાય. તમારે માટે ભાવધર્મની પ્રાપ્તિનો આ પણ એક ઉપાય છે કે-તમે તમારા આ મહત્ સભાગ્યના સ્વરૂપને યથાર્થપણે પિછાનો ! જ્ઞાનિઓ જે કારણસર તમને મહત્ સભાગ્યવાળા તરીકે વર્ણવે છે, તે કારણને જો તમે યથાર્થપણે સમજી શકો અને એ કારણ જો તમને રૂચી જાય, તો તમને આ ભવમાં પણ ભાવધર્મ અને તેની સુન્દર આરાધના પ્રાપ્ત થઇ શકે, એવી તમને પ્રાપ્ત થયેલી સામગ્રીના આધારે કલ્પના થઇ શકે તેમ છે. આ વિષયમાં જેટલો ઉપેક્ષાભાવ હોય તે જો નીકળી જાય અને પરમ ઉપકારી પરમષિઓનું ફરમાવેલું અત્યારે જે કાંઇ સાંભળવા મળે છે તેનું મનન આદિ કરીને તેને હૈયામાં સારી રીતિએ રૂચાવવાનો પ્રયત્ન થાય, તો અનન્તાનન્ત ભવોમાંથી આ ભવ ગુણસમૃદ્ધિની પ્રાપ્તિની અપેક્ષાએ નોખો પડી ગયા વિના રહે નહિ. તમે સમજો તો આજે બાજી તમારા હાયમાં છે.