________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૭૩
ઉપકારબુદ્ધિથીજ કહી છે. યથાશકિત એટલે શું ? શક્તિને ગોપવવી પણ નહિ અને શક્તિને ઉલ્લંઘવી પણ નહિ. શક્તિને જોઇને, જેટલી શક્તિ હોય તેનો સારામાં સારી રીતિએ ઉપયોગ કરવાનો વિચાર કરવો જોઇએ. ધર્મક્રિયાઓ તે બધી આચરવા લાયક જ છે, પણ જ્યાં પોતાની શક્તિનો સવાલ આવ્યો, એટલે જોવું પડે કે- ‘આ ધર્મક્રિયાઓમાં હું આચરી શકું અને મેં આચરવા માંડેલી ધર્મક્રિયાઓનો છેક સુધી હું સારી રીતિએ નિર્વાહ કરી શકું-એવી ધર્મક્રિયાઓ કયી કયી છે ?' જે પુણ્યાત્માને ધર્મક્રિયાઓને આચરવાની ઉત્કટ ઇચ્છા થઇ છે, તે પુણ્યાત્મા એવો પણ વિચાર કરે કે- ‘મારે જે ધર્મક્રિયાઓને આચરવી છે, તે ધર્મક્રિયાઓને આચરવાને માટે મારે કયા કયા ઉપાયો લેવા જોઇએ ?' આ બધું સધર્મ રૂપ કલ્પવૃક્ષના કાષ્ઠ તરીકે ગણાય. કાષ્ઠ એટલે શું ? વૃક્ષનું થડ અને તેનાં ડાળાં-ડાળીઓ, એ વિગેરે કાષ્ઠ કહેવાય. ધર્મક્રિયાઓ, કે જેને પોતે આચરવાને ઇચ્છે છે, તેના નાના પ્રકારના ઉપાયોનું જે અન્વેષણ કરાય એ સધર્મ રૂપ કલ્પવૃક્ષનું કાષ્ઠ ગણાય.
чiεsi પુષ્પ અને ફ્લઃ
થડ તથા ડાળાં-ડાળી વિગેરે જન્મ્યા પછી શાનો ઉદ્ભવ થાય ? ડાળાં-ડાળી આવ્યા પછી પાંદડા આવે ને ? ધર્મક્રિયાઓને અથવા તો ધર્મક્રિયાઓ દ્વારા ધર્મને આચરવાને માટેના જૂદા જૂદા પ્રકારના ઉપાયોનું અન્વેષણ કર્યા પછીથી, તે ઉપાયોને વિષે વિવિધ પ્રવૃત્તિ કરવી, એ સધર્મ રૂપ વૃક્ષનાં પાંદડાંઓની ઉપમાને પામે છે. અને પછી તેમાંથી ગુરૂસંયોગાદિ રૂપ પુષ્પ પેદા થાય છે અને તે પછી સદ્ગુરૂની સુદેશના આદિના યોગે જીવને જે સમ્યક્ત્વ રૂપ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. તેને પરમ ઉપકારી શાસ્રકાર- પરમષિ ફલ તરીકે વર્ણવીને, ફરમાવે છે કેસમ્યક્ત્વ રૂપ આ ફલ અવશ્યમેત મોક્ષ રૂપ પરમ ફલનું સાધક બને છે. પાંચમી વિંશિકાનો ઉપસંહાર :
સમ્યગ્દર્શન રૂપ ભાવધર્મની પ્રાપ્તિ તો ચરમાવર્ત કાલ પૈકીનો