________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પહેલાં તો અંકુરા ફુટવા જોઇએ. એ મુજબ સદ્ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીને અંકુરો ફુટવો જોઇએ ને ? બીમાં ધર્મક્રિયાઓને કરવાની જેવી સુન્દર ઇચ્છા, તેવો જ તે ઇચ્છાનો સુન્દર એવો જે અનુબંધ, એને ઉપકારી મહાપુરૂષોએ સધર્મ રૂપ કલ્પવૃક્ષના અંકુરા તરીકે ફરમાવેલ છે. આ સંસારમાં જીવની સઘળી જ ઇચ્છાઓ અનુબંધવાળી હોય, એવો નિયમ નથી. ઘણી ઇચ્છાઓ તો એવી હોય છે કે-એ જન્મ્યા પછી લાંબો કાળ જીવી શકતી પણ નથી; ત્યાં એના ફળસંપાદનની તો વાત જ શી કરવી ? જન્મેલી ઇચ્છાઓ જીવે, વિરૂપ બર્ન નહિ અને પ્રબળ બનતી જાય, તો એ ઇચ્છાઓનો સમલ કેમ કરવો, તેના ઉપાયોનું અન્વેષણ થાય. ધર્મને આચરતા આત્માનું દર્શન થયું, એ પુણ્યોદયનું સૂચક છે. પુણ્યોદય વિના તો સારી ચીજ્યું દર્શન પણ જીવને લભ્ય થતું નથી. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ધર્મચારી આત્માનું દર્શન થયું હોય, તો તો એ દર્શનને પામનાર આત્મામાં એ ધર્મચારી આત્માની ધર્મક્રિયા પ્રત્યે તથા ધર્મચારી આત્મા પ્રત્યે પણ બહુમાન જાગ્યા વિના રહે નહિ. ધર્મચારી આત્માને જોતાં દુર્ભાવ જાગે તો સમજ્યું કે-એ દર્શન થયું પુણ્યોદયે, પણ એ પુણ્ય પાપાનુબંધી હોવું જોઇએ. જે પુણ્યના ઉદયથી ધર્મચારી આત્માનું દર્શન થયું, તે પુણ્ય કેટલું જોરદાર છે-એ પણ જોવું પડે. ધર્મચારી આત્માને જોઇને ખાસ કાંઇ અસર થાય નહિ, -એમ પણ બને. એ વખતે સદ્ભાવ અગર દુર્ભાવ જાગે અને ધર્મચારી આત્મા આંખ આગળથી દૂર થતાં એ વાત વિસરી જ્વાય-એમ પણ બને. ધર્મચારી આત્માનું દર્શન થતાં ધર્મક્રિયા અને ધર્મચારી આત્મા પ્રત્યે બહુમાનભાવ જાગ્યો અને એથી ઉત્તમ આત્માઓ આવી ઉત્તમ ક્રિયાઓને આચરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ જીંદગીમાં આવી ઉત્તમ ક્રિયાઓ જ કરવા લાગક છે -આવા પ્રકારની શુદ્ધ પ્રશંસા પણ જીવે કરી તેમજ ‘હું પણ આવી ક્રિયાઓ કરૂં' -આવી ઇચ્છા પણ જમી : આ બીજ તો પ્રાપ્ત થયું, પણ પછી શું ? એ ઇચ્છા દબાઇ વી જોઇએ નહિ, તેમ એ
૧૭૧