________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૬૯
નરકાદિપાતનું કારણ બને છે. આથી શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના પરમ ફલને લક્ષ્યમાં રાખીને જ શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષની આરાધના કરનારા બનવું જોઇએ. એમાં કોઇ નિમિત્ત વશ પણ પરમ ફલનો વિરોધી ભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઇએ. જો પરમ ફલનો વિરોધી ભાવ આવ્યો અને તેનો જ આગ્રહ થઇ ગયો, તો કર્યું-કારવ્યું ધૂળમાં મળી જતાં વાર નહિ લાગે.
બીજાદિનો ક્રમ :
ઇષ્ટ ફ્લને આપવામાં કલ્પવૃક્ષ સમાન શુદ્વ ધર્મ, શાસ્રકાર પરમષિ ફરમાવે છે કે-ચરમાવર્ત કાલમાં જ ભવ્ય જીવોને બીજ આદિના મે કરીને પ્રાપ્ત થાય છે. તમને પણ આવો શુદ્ધ ધર્મ પ્રાપ્ત થાય, એવીતો તમારી ઇચ્છા ખરી ને ? શુદ્ધ ધર્મના અર્થિઓએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિના આ ક્રમને સારી રીતિએ સમજી લેવો જોઇએ, કે જેથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિન માટે પોતે કેવો પ્રયત્ન કરવો જોઇએ, તેની સમજણ પડે. વૃક્ષનો આરંભ બીમાંથી થાય છે. બીમાાંથી અંકુરા પ્રગટે છે, અંકુરામાંથી થડ તથા ડાળાં પેદા થાય છે અને તેમાંથી પાંદડાઓ પેદા થાય છે. પછી એ વૃક્ષને પુષ્પો થાય છે અને ત્યાર બાદ ફલો થાય છે. શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષનો પણ એવો જ ક્રમ અહીં દર્શાવવામાં આવ્યો છે. શુદ્ધ ધર્મ રૂપ લ્પવૃક્ષનું બીજ, તેના અંકુર, તેનું થડ વિગેરે, તેનાં પાંદડાં, તેનાં પુષ્પો અને તેનું ફલ-કોર્ન કહેવાય, એ તાત આ વિંશિકામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ટૂંકમાં પણ સુંદર રીતિએ સમજાવી છે. ધર્મવૃક્ષનું બીજ :
શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીની પિછાન કરાવતાં, શાસ્રકારપરમર્ષિ ફરમાવે છે કે-ધર્મને આચરનારા પુણ્યવાનોને જોઇને, તેમના પ્રત્યે જે બહુમાન એટલે હૃદયનો આદરભાવ જન્મે, એ બહુમાનના યોગે તેમની શુદ્ધ એવી પ્રશંસા કરાય અને તેની સાથે તે ધર્મને આચરવાની આત્મામાં જે ઇચ્છા પ્રગટે, તે શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષનું બીજ છે.