________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૬૭
રહી જાય અને જીવ મેળવેલી ગુણસમૃદ્ધિને પણ હારી જાય, એવું પણ બને. એવા પણ જીવને પોતાના ધ્યેયને સિધ્ધ કરવાને માટે ફરીથી પાછો જ્યારે અવસર મળે ત્યારે મોક્ષાસાધક પુરૂષાર્થને આચરીને જ ગુણસમૃદ્ધિન પ્રાપ્ત કરવી પડે છે અને એ જ રીતિએ સકલ કર્મોના યોગથી રહિત એવી મુકતાવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે. આથી આપણે માટે તો એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થ પ્રત્યે લક્ષ્યવાળા બનવું, એ જ હિતાવહ છે. આવા શ્રવણથી ય વૈરાગ્ય જન્મે :
મહાત્મા શ્રી વલ્કલચીરીના પ્રસંગમાં આપણે એ પણ જોયું કે-એ મહાત્માના જીવે પૂર્વભવમાં રત્નત્રયીની જે આરાધના કરી હતી, તે આરાધનાની યાદ માત્રે પણ કેટલું બધું સુન્દર કામ આપ્યું ? પૂર્વભવમાં કરેલી ચારિત્રરત્નની આરાધના યાદ આવવાના પ્રતાપે જ શ્રી વલ્કલચીરી ઉત્કટ વૈરાગ્યને પામ્યા હતા ને ? મોક્ષને માટે આચરેલો મોક્ષસાધક પુરૂષાર્થ કેટલો બધો ઉપકારક છે, એ વિચારો ! એનું સ્મરણ પણ તારક નિવડે છે. એ મહાત્માને જેમ પૂર્વભવના શ્રમણપણાના સ્મરણે વૈરાગ્યવાન બનાવ્યા, તેમ એવા મહાત્માઓના જીવનપ્રસંગોનું શ્રવણ આદિ કરવાથી અને તેનું મનન કરવાથી, આપણામાં પણ જો લાયકાત હોય અને તેવી *કોઇ ગુરૂકમિતા ન હોય, તો વૈરાગ્યભાવ પ્રગટ્યા વિના રહે નહિ. આવા પ્રસંગોને સાંભળીને વૈરાગ્ય ન આવે, તો આવા પ્રસંગોનો ખૂબ ખૂબ ઝીણવટથી વિચાર કરીને વૈરાગ્યને પામવાનો પ્રયત્ન કરવો. એમ કરવાથી પણ આત્મામાં વૈરાગ્યને પ્રગટવામાં આડે આવનારા કર્મોને ક્ષીણ કરી શકાય છે. આથી પાંચ કારણોની સ્વરૂપની, તેના સમાગમની, તેની સંકલનાની અને તેની પ્રધાન-ગૌણતાની સમજ મેળવીને પણ મોક્ષના અર્થી પણાને માટે કામ તો મોક્ષસાધક પુરૂષાર્થને સાધવાનો પ્રયત્ન કરવાનું જ રહે છે. કર્મ નડે-એ બને, કોઇ વાર તેવું કર્મ ક્ષીણ થાય ત્યાં સુધી કાળક્ષેપ કરવો પડે-એમ પણ બને, પણ એ વખતે ય લક્ષ્ય તો મોક્ષસાધક પુરૂષાર્થની સાધના તરનું જ હોવું જોઇએ.