________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પુરૂષાર્થની સાધના :
કાર્યસિદ્ધિ પાંચ કારણોના યોગ વગર થવાની નથી, પણ આપણે માટે તો એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થ તરફ લક્ષ્ય આપીને ચાલવું એ હિતાવહ છે. એ પુરૂષાર્થને આચરતાં કર્મ નડે છે એમ લાગે, તોય માનવું કે-કર્મોની નિર્જરા સાધવાનો ઉપાય આ સિવાય કોઇ નથી. વગર ભોગવ્યે ક્ષીણ થાય નહિ એવાં કર્મોને સમભાવથી વેદી લેવાની કુશળતા પણ પ્રાપ્ત કરવી જોઇએ. કર્મોના ઉદયનું સમભાવે વેદન, એ પણ એક પ્રકારનો મોક્ષસસાધક પુરૂષાર્થ જ છે. સારૂં ધ્યાન, એ પણ મોક્ષસાધક પુરૂષાર્થ જ છે. એ પુરૂષાર્થના બળે શ્રી વલ્કલચીરી જેવા એક વખતના અતિ મુગ્ધ જીવે પણ ઉજ્વલ કેવલજ્ઞાનને ઉપાર્જ્ય અને આયુષ્યને પ્રાન્ત સકલ કર્મોથી રહિત બનીને એ મહાત્મા પરમાત્મપદને પામ્યા. તેમના મોટા ભાઇ શ્રી પ્રસન્નચંદ્ર, ઉત્કટ વિરાગી બનીને મુનિ બન્યા તે પછી, નિમિત્તવશ એવા દુર્ધ્યાનને વશ બન્યા હતા કે-જો એ વખતે તેમના આયુષ્યનો અન્ત આવે તો તેમનું દુર્ધ્યાન તેમને છેક સાતમી નરકે મોકલ્યા વિના રહે જ નહિ; પણ એ મહાત્મા નિમિત્તવશ જેમ એવા ઉત્કટ દુર્ધ્યાનને પામ્યા હતા, તેમ નિમિત્તવશ પાછા ધર્મધ્યાનને પામ્યા અને ધર્મધ્યાનને ઉલ્લંઘી જઇને શુકલધ્યાનને પણ પામીને તેમણે વીતરાગદશાને તથા કેવલજ્ઞાનને પણ પામી આયુષ્યને અન્તે શ્રી નિર્વાણપદને પણ ઉપાર્જ્યું. ખરાબ નિમિત્તોથી પણ બચવું :
શ્રી વલ્કલચીરીનો અને શ્રી પ્રસન્નચન્દ્રનો પ્રસંગ, એ પણ સૂચવે છે કે-મોક્ષસાધક પુરૂષાર્થને સાધવાને તત્પર બનેલા આત્માઓએ ખરાબ નિમિત્તોથી પણ બચતા રહેવું જોઇએ અને તેવાં કોઇ નિમિત્તોનો-યોગ થઇ જાય ત્યારે તેની અસરથી બચી જ્વાય તેની પણ કાળજી રાખવી જોઇએ. આટલા સાવધ રહેવા છતાં પણ, ભવિતવ્યતા એવી જ હોય અને તેવા સમયે દુષ્કર્મનો તેવો કોઇ ઉદય થઇ જાય, તો મોક્ષસાધક પુરૂષાર્થ વેગળો
૧૬૬