________________
૧૬૮
નક ભાગ-૧
પરમ ફ્લનું ધ્યેય :
જીવ મોક્ષપુરૂષાર્થની સાધના કરનારો કેવી રીતિએ બને છે, એ જાણવાને માટે આ પાંચમી “બીજાદિ-વિંશિકા' માં પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલા બીજાદિના કમને પણ સારી રીતિએ સમજી લેવો જોઇએ. અહીં આ શાસકાર પરમષિએ શુદ્ધ ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. કલ્પવૃક્ષ તે કહેવાય છે, કે જેની પાસેથી માગ્યું મળે. જે જાતિનાં કલ્પવૃક્ષ હોય તે જાતિની માગણી જો તેની પાસે યથાવતું કરવામાં આવે, તો એ માગણી કરનાર ગમે તે હોય, પણ તેને તેના ઇચ્છિતની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. શુદ્વ ધર્મ, એ એવું કલ્પવૃક્ષ છે કેએના દ્વારા જીવ ઇષ્ટ ફલને પામી શકે છે. એ કલ્પવૃક્ષમાં પરમ લ એટલે કે મોક્ષને આપવાનું સામર્થ્ય પણ છે, માત્ર આપણામાં તે ફલને પામવાજોનું સામર્થ્ય પ્રગટવું જોઇએ. આપણે જો એના પરમ ફલના અર્થી બની જઇએ તેની આરાધના કરવા માંડીએ, તો તેની પરિપૂર્ણ આરાધનાને અને આપણને પરમ લ તો મળે જ, પણ જે કાળમાં આપણી આરાધના ચાલુ હોય તે કાળમાં પણ એ કલ્પવૃક્ષ દ્વારા આપણાં સઘળાય ઇષ્ટો પરિપૂર્ણ બને. જેઓને આ શુદ્ધ કર્મ રૂપ કલ્પવૃક્ષના પરમ ફલને પામવાનું લક્ષ્ય નથી હોતું. તે જીવો આ કલ્પવૃક્ષની સાચી આરાધના કરી શકતા નથી. તેમાંય જે જીવો એ પરમ ફલની વાતને માનતા જ નથી અને એથી જે જીવોનું લક્ષ્ય એ પરમ ફલથી વિપરીત પ્રકારના ફલનું જ હોય છે, તેઓ તો ખાસ કરીને. આ કલ્પવૃક્ષની સાચી આરાધના કરી શકતા જ નથી. એવા જીવો જે બાહ્ય ક્રિયાઓના ઉત્કટ પણ આચરણ રૂપ નામ માત્રની આરાધના કરે છે, તે આરધનાથી તેમને નવ રૈવેયક પર્યન્તનાં સુખોની પ્રાપ્તિ થઈ શકે છે, પણ એ સુખોના કાળમાંય એ જીવો અન્તરથી તો દુખી જ હોય છે અને પરિણામે તે જીવોની ઘણી જ દયાજનક હાલત થાય છે. સુખના કાળમાં પણ એ જીવો એવા પ્રકારનાં દુષ્કર્મોન ઉપાર્જ છે, કે જે દુષ્કર્મો એમના