________________
૧૭૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ધર્મક્રિયાઓથી શું થાય છે ?
અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ, જો એ તારકોએ ફરમાવેલા વિધિથી શુદ્ધ આશયપૂર્વક કરવામાં આવે, તો એ ધર્મક્રિયાઓથી અશુભ આશ્રવનો રોધ થાય છે, અશુભ કર્મોની નિકરા થાય છે અને બંધ થાય છે તો પણ એવા પ્રકારનો શુભ બંધ થાય છે કે ભવિષ્યમાં વિશુદ્ધ વિશુદ્ધ ધર્મને પામવાની તથા આરાધવાની જે જ સામગ્રીઓની જરૂર હોય છે, તે સર્વને જીવ એ શુભ બંધના ઉદય યોગે મેળવી શકે છે. એ શુભ બંધ આત્માને સંસારમાં ભટકાવનાર બનતો નથી, પણ સંસારમાં ભટકતા આત્મામાં સંસારમાં ભટકાવનારાં કર્મોની નિર્જરાને સાધવાની વૃત્તિ પ્રગટે એવી સામગ્રીનો યોગ આત્માને કરાવી દે છે. જે ધર્મક્રિયાઓથી બંધ થાય તો પણ આવા પ્રકારનો થાય અને જે ધર્મક્રિયાઓથી અશુભ આશ્રવનો રોંધ થવા સાથે અશુભ કર્મોની નિરા થાય, એ ધર્મક્રિયાઓ પ્રત્યે તો કલ્યાણના કામી આત્માએ સદાને માટે સદુભાવવાળા બન્યા રહેવું જોઇએ. જો કોઇ પણ પ્રકારે ધર્મક્રિયાઓ પ્રત્યે તેષ થઇ ગયો, તો એ વેષ આત્માને કેટલા બધા કાળ પર્યન્ત સંસારમાં રઝળાવશે, તે કહી શકાય નહિ. કદાચ ખરાબમાં ખરાબ પ્રકારનું પુણ્ય પણ આત્માને એટલા બધા કાળ પર્યન્ત સંસારમાં રઝળાવી શકે નહિ. આથી ધર્મક્રિયાઓ ન બની શકે અથવા તો ધર્મક્રિયાઓ તરફ રૂચિભાવ ન પ્રગટી શકે, તો પણ ધર્મક્રિયાઓ પ્રત્યે લેશ માત્ર પણ વેષ થઇ જાય નહિ, તેની તો પૂરતી કાળજી રાખવી જોઇએ. ધર્મક્રિયાઓની સાચી રૂચિ, એ. તો ધર્મવૃક્ષનું બીજ છે. ધર્મચારી આત્માઓને જોતાની સાથે જ આત્મામાં બહુમાનભાવ પ્રગટે, એવી અન્ત:કરણની શુદ્ધતા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી ધર્મવૃક્ષનું આ બીજ આત્મામાં પ્રગટી શકે નહિ. ધર્મવૃક્ષનો અંકુરો :
* બીજની સાર્થકતા પણ ફલને જ આભારી છે, ફલની કિમત ન હોય તો બીજની કશી જ કિમત નથી; બીજ દ્વારા ફલ નિપજે, એ માટે બીજમાંથી