________________
૧૭૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પણ અડધો કાલ વ્યતીત થયા પહેલાં થતી જ નથી અને આપણે સધર્મ રૂપ કલ્પવૃક્ષના જે બીનો વિચાર કરી આવ્યા તે બીની પ્રાપ્તિ પણ જીવે ચરમાવર્તમાં આવ્યા પહેલાં થતી જ નથી. આ વાત તેમજ બાકીનાં ચારેય કારણોની વાત પણ આપણે વિચારી આવ્યા છીએ, એટલે વે કટેલીક ઉપસંહારાત્મક વાતો કરીને, આપણે છઠ્ઠી વિશિકામાં પરમ ઉપકારી શાસકાર પરમષિએ જે ફરમાવ્યું છે, તેમાં મુખ્ય મુખ્ય કયી હકીકતો છે, એ જોવાનું પ્રાપ્ત થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ચરમાવર્તમાં આવ્યા પછી સામાન્ય રીતિએ તો આવા જ ક્રમે કરીને સમ્યક્ત્વ રૂપ ભાવધર્મને પામે, એ વાત યોગ્ય આત્માઓને સહેલાઇથી સમજી શકાય એવી છે. આ ક્ર્મ ઓને બરાબર સમજાયો હોય, તેઓએ ભાવધર્મની પ્રાપ્તિના માટે પહેલાં તો પોતાના હૃદયને નિર્મલ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. પોતાના હૃદયને એટલું નિર્મલ તો જરૂર બનાવવું જોઇએ, કે જેથી પુણ્યોદયના યોગે પ્રાપ્ત થયેલું ધર્મચારી આત્માનું દર્શન નુકશાનકારક તો નિવડે નહિ, પણ તે નિષ્ણેય નિવડે નહિ. ધર્મને આચરતા જીવોને જોતાંની સાથે જ આપણા અન્તરમાં બહુમાન જન્મે અને એ બહુમાનના યોગે તેમની તથા તેઓ જે ધર્મને આચરે છે તેની શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય, એટલું નિર્મળ તો હૃદયને અવશ્ય બનાવવું જોઇએ. તમે જૈનકુળમાં જન્મ પામ્યા છો એટલે વાત જુદી છે, પણ બધા જ આત્માઓને કાંઇ શ્રી જિનભાષિત ધર્મને આચરનારા જીવોનું દર્શન થતું નથી. તેઓને ઇતર દર્શનોના યમાદિકને આચરનારાઓનું દર્શન પણ થાય. એવખતે ય જો હૃદય એટલું નિર્મળ થયું હોય કે-ધર્મનું દર્શન થતાં જ ધર્મ ધર્મ તરીકે રૂચે, તો ઇતર દર્શનોના યમાદિકને આચરનારાઓને જોઇને પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોના હૃદયમાં તેઓ પ્રત્યે તથા તેઓથી આચરાતા ધર્મ પ્રત્યે બહુમાન જાગે, તેની સ્વાર્થાદિક દોષોથી રહિત શુદ્ધ પ્રશંસા કરવાનું મન થાય અને પોતાને ધર્મને આચરવાની ઇચ્છા પણ જન્મે. એ ઇચ્છા જો પ્રબલ બને તો ધર્મને આચરવાના ઉપાયોનું અન્વેષણ કરવાનું મન પણ થાય જ. ધર્મના નામે