________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૮૯
કમની
ભય સતા પ્રાપ્તિ થઈ
તેવો સારો હોવો જોઇએ. ચરમ આવર્તમાંય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રધાનપણે બાધક નિવડે છે :
આત્માના શુભ પરિણામ રૂપ સમ્યક્ત્વ, અપૂર્વ કોટિના આત્મપરિણામ રૂપ “અપૂર્વકરણ' દ્વારા સાધ્ય છે અને તે અપૂર્વકરણ પણ, જ્યાં સુધી કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષીણ થતી નથી, ત્યાં સુધી પ્રાપ્ત થતું નથી. ચરમાવર્ત કાળ દરમ્યાનમાં જ જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષીણ થાય છે, તે પછીથી જ, પાંચમી વિશિકામાં આપણે જે બીજ આદિનું સ્વરૂપ જોઇ આવ્યા, તે બીની પણ પ્રાપ્તિ થઈ શકે છે. અચરમાવર્ત કાલમાં પણ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થઇ શકે છે, પણ ત્યાં કાલદોષની પ્રધાનતા એવી અન્તરાય કરનારી બેય છે કેકર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થવા છતાં પણ, જીવ વિશેષ વિશેષ કર્મસ્થિતિનો ક્ષય સાધવા દ્વારા એવી દશાને પામી શકતો જ નથી, કે જેથી તેને બીજ આદિની પ્રાપ્તિ થાય. આ વસ્તુને સમજવાને માટે, ચરમ આવર્ત કોને કહેવાય છે-તેનો આપણે જેમ વિચાર કર્યો, તેમ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય છે, તેનો પણ વિચાર કરવો પડશે. અચરમાવર્ત કાલમાં જેમ કાલની પ્રધાનતા સુનિશ્ચિતપણે છે, તેમજ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ચરમાવર્તમાં પણ કર્મની પ્રધાનતા સુનિશ્ચિતપણે છે ચરમાવર્તમાં આવ્યા પછી જેમ તરત જ જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ થાય જ-એવો નિયમ નથી; તેમ ચરમાવર્તમાં પણ કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ન થાય એટલે તેવા સર્વ ભવ્ય જીવોને તરત જ, જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ થાય જ-એવો પણ નિયમ નથી. આથી સમજવાનું એ છે કે-જીવને ક્રમે કરીને સમ્યક્ત્વને પમાડનાર બીજ આદિની પ્રાપ્તિ જ્યારે થાય છે, ત્યારે તે ચરમાવર્ત કાલમાં જ થાય છે અને અચરમાવર્ત કાલમાં કોઇ પણ રીતિએ તે બીજ આદિની પ્રાપ્તિ થઇ