________________
૧૬૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જ તેનામાં કાલમાં અને બાકીના પામી
છે
દુર્ભવ્યોમાં તો નિયમા મોક્ષસાધક ધર્મના ઉપદેશ પ્રત્યે સાધક રૂચિ પણ. પ્રગટી શકતી નથી. ભવ્યોમાં તે પ્રગટી શકે છે, પણ ભવ્યોમાં પણ જેઓ ગુરૂકર્મી હોય છે, તેઓમાં પણ એ ગુરૂકમિર્તાના કારણે, મોક્ષસાધક ધર્મોપદેશ પ્રત્યે સાધક રૂચિ પ્રગટી શકતી નથી, સમજે તેનામાં ભાવદયા જન્મઃ
ચરમાવર્ત કાલમાં આવેલા જીવો જો પુણ્યોદયના પ્રતાપે ધર્મસામગ્રીને પામ્યા હોય અને લઘુકમિતાના પ્રતાપે સમ્યક્ત્વની, દેશવિરતિની અથવા તો સર્વવિરતીની પ્રવૃત્તિને પામ્યા હોય, તો-એવા સમયે જો તેઓ ગાઢ મિથ્યાત્વમોહનીયના ઉદયથી રીબાતા ન હોય તોતેઓમાં સંસારનો ઉદ્વેગ અને મોક્ષનો અભિલાષ પ્રાયઃ પ્રગટ્યા વિના રહે જ નહિ. એવા સમયે, એ આત્માઓને તો, સદ્ગરનો સુયોગ ઘણી જ સહેલાઇથી સંસારથી વિરકત અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત બનાવી શકે છે. આવા આત્માઓને - “ધર્મના આરાધનમાં મોક્ષનો અભિલાષ અવશ્ય હોવો જ જોઇએ એવું નથી; સંસારના વિરાગની ખાસ જરૂર છે એવું નથી અને સંસારસુખના ઉદ્દેશથી પણ ધર્મકરણી વિહિત છે.” -આવું આવું ઉપદેશના કુગુરૂનો યોગ ન થઇ જાય, એ જ હિતાવહ છે. આ બધી વાતો જેના હૈયામાં રમતી હોય, તેનામાં કેવી સુન્દર ભાવદયા હોય ? કોઇ પણ જીવ, તેને ધર્મ પમાડવાનો ઘણો ઘણો શ્રમ કરવામાં આવે તોય, જો તે ધર્મને પામે નહિ, તો પણ દયા જ આવે; અને આટલું બધું સાંભળવાજાણવાનું મળે તે છતાં પણ, પોતાનો આત્મા જો સંસારથી વિરકતભાવવાળો અને મોક્ષની રૂચિવાળો ન બનતો હોય, તો પોતાના આત્માની પણ દયા જ આવે. વળી ધર્મને પામવો એ કેટલું બધું મુશ્કેલ છે-એનો ખ્યાલ આવવાથી, જે કોઈ જીવો ધર્મને પામતા હોય અને ધર્મને પામેલા હોય, તેમને જોઇને ખૂબ ખૂબ આનંદ થાય. એ આનંદ પણ ક્રમે કરીને શુદ્ધ ધર્મનો પ્રાપક બની શકે છે.