________________
૧૬૩
ઔષધ દેવાની
જ લેવાય ત્યારે ત્યારે જ
એ એવો ?
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ છે અને શરમાવર્ત કાલ એટલે ધર્મયૌવનકાલ, એ ઔષધકાલ ગણાય છે. વ્યાધિનો ઉદયકાળ તે કહેવાય છે, કે જે કાળમાં સમજુ ચિકિત્સકો ઔષધ આપવાનું પસંદ જ કરે નહિ. એ કાળમાં આપેલું ષધ રોગનિવારણનું કારણ તો બને નહિ, પણ કદાચ રોગવૃધ્ધિનું કારણ બને. એ કાળમાં રોગને અટકાવવાનો પ્રયત્ન, એ રોગને વધારે ગંભીર બનાવવાનો પ્રયત્ન કરવા સમાન છે. અચરમાવર્ત કાલમાં ભવરોગ માટે આવું જ બને છે. એ કાળમાં, ભવરોગને નાબૂદ કરવાને માટે અકસીર એવું પણ ઔષધ, કોઇ રીતિએ કારગત નિવડતું નથી. એ કાળમાં ઔષધ દેવાની અગર લેવાની ભૂલ ન જ થાય-એવો નિયમ નહિ, પણ
જ્યારે જયારે ઔષધ લેવાય ત્યારે ત્યારે પહેલાં રોગ જરા દબાયેલો લાગે, પણ પછી એકદમ વિફરે. ચરમાવર્ત કાલ, એ એવો કાલ છે કેએ કાલમાં અપાએલું ઔષધ જો બીજી કોઇ પ્રતિકૂળતા નડે નહિ તો સફલ નિવડ્યા વિના રહે નહિ. ભવ્યોને ઉદ્દેશીને જ ઉપદેશ કેમ ? - આથી જ, ઉપકારિઓ જ્યારે જ્યારે ધર્મોપદેશ આપવાને માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે ત્યારે તેઓમાં સર્વ જીવોના હિતની કાંક્ષા હોવા છતાં પણ, તેનો માત્ર ભવ્ય જીવોને ઉદ્દેશીને જ ધર્મોપદેશ આપે છે. ઉપકારિઓ ઇચ્છે છે કે- “સર્વ જીવો એક માત્ર મોક્ષ પુરૂષાર્થને જ સાધનારા બને તો સારૂં' તેઓ માત્ર ભવ્ય જીવોના જ કલ્યાણને ઇચ્છે છે અને ભવ્ય સિવાયના જીવોના કલ્યાણને ઇચ્છતા નથી, એવું નથી જ. કોઇ પણ જીવના અકલ્યાણની ઇચ્છાથી રહિત અને સર્વ જીવોના કલ્યાણની ઇચ્છાથી સહિત-એવા પણ ઉપકારી મહાપુરૂષો જ્યારે માત્ર ભવ્ય જીવોને જ ઉદ્દેશીને ધર્મોપદેશ આપે, ત્યારે આપણે સમજવું જોઇએ કે-અતિ પ્રબલ કારણ વિના એવું બને જ નહિ. એ કારણ બીજું કોઈ નથી, પણ તે એ જ છે કેમોક્ષસાધક ધર્મના ઉપદેશ પ્રત્યે સાધક રૂયિ પણ માત્ર ભવ્યાત્માઓમાં જ એટલે ચરમાવર્તી આત્માઓમાં જ પ્રગટી શકે છે. અભવ્યો અને