________________
૧૬૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સમજીને આપણે તો મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં જ લાગી જવાનો પ્રયત્ન કરવો જોઇએ. મુખ્યત્વે પુરૂષાર્થથી જ કર્મોની ક્ષીણતા થવાની છે અને સમ્યગ્દર્શનથી મોક્ષ પર્યન્તની ગુણસમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે. આપણને કાળ નડે, ભવિતવ્યતા નડે, કર્મ નડે-એ બધું શકય છે, પણ આખર જીત તો મોક્ષસાધક પુરૂષાર્થની જ ઘવાની છે. આપણે વ્યવહારરાશિમાં તો આવેલા જ છીએ અને વ્યવહારમાં આવેલા જીવો જો અભવ્ય ન હોય તો તેઓ કોઇને કોઇ કાળે પણ કાલાદિકની અનુકૂળતાને પામીને પુરૂષાર્થની પ્રધાનતાથી મોક્ષને પામે જ છે. જેઓને મોક્ષની પ્રાપ્તિને અનુલક્ષીને ઘતી ચરમાવર્ત-અચરમાવર્તની વાત રૂચે છે, તેઓ તો અભવ્ય પણ નથી, દુર્ભવ્ય પણ નથી. વ્યવહારરાશિને પામેલા હોવાથી તેઓ જાતિભવ્ય હોવાનો પણ અસંભવ જ છે, એટલે તેઓ નિયમા ભવ્ય છે. ભવ્યોને ગુણની પ્રાપ્તિમાં કાળ, ભવિતવ્યતા અને કર્મ નડે-એ બને, અંતરાય કરે-એ બને, તેના પુરૂષાર્થને રોકી શકે એમ પણ બને, પણ એ કરી કરીને છેવટ કરી શું શકે ? વિલંબ થાય એટલું જ. અત્તે તો પાંચેય કારણોનો સમાગમ થઇ જાય અને તેમાં પુરૂષાર્થની પ્રધાનતાથી જ સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય. આથી આપણે તો મોક્ષસાધક પુરૂષાર્થને સેવવાને લક્ષ્યવાળા જ બનવું જોઇએ.
“એકાન્ત મોક્ષમાર્ગને આરાધવો છે અને તે ગૃહસ્થપણામાં બની શકે તેમ નથી, આ કારણે મારે મારા ગૃથ્વાસનો ત્યાગ કરીને સાધુજીવન સ્વીકારવું જોઇએ.' આવી વૃત્તિથી સાધુજીવનને સ્વીકારનારો પુણ્યાત્મા મોક્ષમાર્ગની આરાધના માટે તથા તેની પ્રભાવના અને રક્ષા આદિને માટે કેટલો બધો પ્રયત્નશીલ હોય ? ઔષધકાળ :
ચરમાવર્ત કાલને ઉપકારિઓએ જેમ ધર્મયૌવન કાળ' તરીકે ઓળખાવ્યો છે, તેમ “ચિકિત્સ્યકાલ' તરીકે પણ ઓળખાવ્યો છે. અચરમાવર્ત કાલ એટલે ભવબાલકાલ, એ વ્યાધિના ઉદયનો કાલ ગણાય