________________
૧૬૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ તેવા પ્રકારના પુરૂષાર્થને પામી શકતો નથી. અનિમ અર્ધ પુદગલપરાવર્તમાં પણ જીવની ભવિતવ્યતાને અનુસારે જ કર્મ અને પુરૂષાર્થ સફલ નિવડી શકે છે. પાંચ કારણોના સમાગમની અને તે પાંચમાં કયા, વખતે કયા કારણની પ્રધાનતા હોય છે, તેની વાત પણ કલ્યાણના અથિઓએ આ અને આવી બીજી પણ યોગ્ય રીતિઓએ સુવ્યવસ્થિતપણે સમજી લેવાની જરૂર
મોક્ષસાધક પુરૂષાર્થ માટે ઉત્સાહિત બનો :
જે જીવો આ પાંચ કારણોના સમાગમની અને તેની પ્રધાનતાગૌણતાની સંકલનાની વાતને યથાસ્થિતપણે સમજી શકે છે અને તેને સારી રીતિએ હૃદયસ્થ બનાવી શકે છે, તે જીવોને એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થમાં જ લાગ્યા રહેવાનું મન થાય છે. તેઓને એમ થાય છે કે- “આપણી આ સમજ અને આ રૂચિ સૂચવે છે કે-આપણે નિયમા ભવ્ય છીએ, એટલે સ્વભાવ પણ અનુકૂળ છે, કાળ પણ અનુકૂળ લાગે છે અને ભવિતવ્યતા પણ અનુકૂળ લાગે છે. હવે રહા કમ; તે તો પુરૂષાર્થ દ્વારા નિરી શકે છે. બધા જીવોને કાંઇ એવાં નિકાચિત કર્મો હોતાં નથી, કે જે કર્મો પુરૂષાર્થથી નિકરી શકે નહિ અને તેને વિપાકોદયથી ભોગવ્યા સિવાય છૂટકો જ થાય નહિ.” તેઓને એમ પણ થાય છે કે- “આમ તો કાલ અને ભવિતવ્યતા અનુકૂળ લાગે છે, પણ કોઇ વિશિષ્ટ સિદ્ધિને માટે તે કદાચ અનુકૂળ નહિ હોય, તોય મોક્ષસાધક પુરૂષાર્થ કરવામાં મારે કાંઇ ખોવાપણું તો છે જ નહિ. મારો પુરૂષાર્થ, મને, કાલ અને ભવિતવ્યતાની તેવી અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યાં સુધી સંસારમાં પણ સારી સામગ્રીમાં જ રાખશે. મોક્ષસાધક પુરૂષાર્થને આદરીને હું તો મોક્ષના પ્રગટીકરણમાં રોધક કર્મોને ક્ષીણ કરી નાખવાને જ મથીશ, છતાં કોઇ કર્મ બહુ બલવાન હોવાથી મને ધક્કો મારીને પાછો હઠાવવામાં કદાચ સફલ નિવડશે, તોય મારો પુરૂષાર્થ કાંઇ એળે જવાનો નથી. એ કર્મ ભોગવાઇ ગયા પછી પુન: મોક્ષસાધક પુરૂષાર્થની પ્રાપ્તિ થવામાં મારો આ પુરૂષાર્થ અવશ્ય મદદગાર નિવડશે.” આવા