________________
૧૫૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પણ કાળ અને સ્વભાવ-એ બેની અનુકુળતા થવા માત્રથી કાંઇ જીવમાં ધર્મરાગ પ્રગટી જાય નહિ. પુણ્યોદયના યોગે તેવી સામગ્રી મળે, યથાપ્રવૃત્તિકરણથી જરૂરી લઘુમિતા થાય, એથી આત્મા પુરૂષાર્થવાળો બને અને ભવિતવ્યતા અનુકૂળ હોય તો જ ચરમાવર્તમાં આવ્યા પછી પણ જીવને શુદ્ધ ધર્મના રાગની, મોક્ષાભિલાષની, સધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજાદિની અને સમ્યગ્દર્શનાદિને પમાડવામાં કારણભૂત બને તેવાં પ્રધાન અનુષ્ઠાનો આદિની શકય પ્રાપ્તિ થાય. આવું બધું જે જીવોને માટે બનવાનું હોય તે જીવોને માટે બને ખરૂં. પણ તે ચરમાવર્ત કાલમાં જ ! અચરમાવર્ત કાલમાં તો નહિ જ ! અને એ જ ચરમાવર્ત કાલની મહત્તા છે. આથી આપણે એ વાત પણ સમજી શકીએ એવું છે કે-ચરમાવર્ત કાલમાં પણ જ્યાં સુધી જીવને સદ્ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજાદિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધીનો કાલ ચરમાવર્તની અપેક્ષાએ ‘ધર્મયૌવન કાળ' માં ગણાતો હોવા છતાં પણ, તે જીવને માટે એ કાળ પણ ‘ભવબાલકાલ' જેવો જ હોય છે. વળી મોક્ષાભિલાષ વિગેરેને માટે જેમ ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કેજે જીવનો સંસારકાલ જ્યાં સુધી એક પુદ્દગલપરાવર્ત કાલથી અધિક બાકી હોય છે, ત્યાં સુધી તે જીવને મોક્ષાભિલાષ વિગેરેની પ્રાપ્તિ થઇ શકતી નથી; તેમ ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે-જીવનો સંસારકાલ જ્યાં સુધી અર્ધ પુગલપરાવર્ત કાલથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તે જીવને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ પણ થઇ શકતી નથી; એટલે સમ્યગ્દર્શનાદિની અપેક્ષાએ અન્તિમ અર્ધ પુદ્ગલપરાવર્ત કાલની પૂર્વેના કાળમાં કાળદોષની પ્રધાનતા પણ ગણી શકાય. એ જ રીતિએ, પરિપૂર્ણ મોક્ષની અપેક્ષાએ વિચારીએ તો, જીવના સંસારકાલના અન્તિમ સમય સુધીના કાળમાં પણ કાળદોષની પ્રધાનતા મુકિતની અપ્રાપ્તિમાં ગણી શકાય. એ જ રીતિએ, જીવને જે ભવમાં મુકિતની પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં જ અખંડ ક્ષપકશ્રેણિની-વીતરાગપણાની અને સર્વજ્ઞપણા આદિની પ્રાપ્તિ થઇ શકે છે, એટલે તે તે વસ્તુઓની અપ્રાપ્તિમાં અન્તિમ ભવની પૂર્વના