________________
૧૫૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અનુભવ કર્યાં.
.
હવે વલ્કલચીરી પણ સોમચન્દ્ર ઋષિને પ્રણામ કરતાં બોલ્યા કે ‘આ વલ્કલચીરી આપના ચરણકમળના ભ્રમરપણાને પામ્યો છે.' એટલે કે-હવે પોતે અહીંથી પાછો જ્વાન ઇચ્છતો નથી, એમ વલ્કલચીરીએ સૂચવી દીધું. પ્રમોદને પામેલા સોમચન્દ્ર ઋષિએ તેના માથાને મળની જેમ સંધ્યું અને પર્વતને જેમ વરસાદ આલિંગે, તેમ તેનાં સર્વ અંગોને આલિંગન કર્યું. તે વખતે હર્ષના અતિરેકથી સોમચન્દ્ર ઋષિની આંખમાં સ્હેજ ઉષ્ણ આંસુ આવી ગયાં અને એ આંસુઓએ તે જ ક્ષણે તેમના અન્ધપણાનો નાશ કરવાને માટેના પમ ઔષધનું કામ કર્યું.
તત્કાલ પ્રકાશવાળાં બનેલાં પોતાનાં બન્નેય નેત્રોથી સોમચન્દ્ર ઋષિએ પોતાના બન્નેય પુત્રોને જોયા. પોતાના ગૃહસ્થપણાના સ્નેહનું બંધન પુનઃ આવૃત્ત થયું હોય, એવી તેમની તે વખતે દશા થઇ તે પછી તેમણે પોતાના બન્નેય પુત્રોને સુખપૃચ્છા કરી અને તે બન્નેએ કહ્યું કે- ‘કલ્યાણ રૂપી વૃક્ષના દોહન સમાન આપની કૃપાથી અમારો સમય સુખે પસાર થયો છે.'
પછી વલ્કલચીરીને વિચાર થયો કે- ‘આટલો કાળ થયાં તાપસપણાનાં જે ઉપકરણોને મેં જોયા નથી, તેની હાલત તો હું જોઉં !' આવો વિચાર કરીને તે ત્યાંથી ઉઠ્યો અને ઝપથી તે ઉટની અંદરના ભાગમાં પેઠો. ત્યાં તાપસપણાનાં ઉપકરણોને જોઇને તેનામાં પૂર્વકાલીન મમત્વભાવ જાગૃત થયો અને તેણે પોતાના ઉત્તરીય વસ્રના છેડાથી તે તાપસપણાનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવા માંડ્યું.
એ ઉપકરણોનું પ્રતિલેખન કરતાં કરતાં તેને વિચાર થયો કે- ‘શું પાત્રોને પ્રતિલેખવાની પાત્રકેસરિકા એટલે કોમળ વસ્ર વડે મેં પૂર્વે યતિનાં પાત્રોનુ ક્યાંક પ્રતિલેખન કર્યું હશે ખરૂં ?' આવી રીતિએ વિચાર કરતાં કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના ઉત્પન્ન થવાથી શ્રી વલ્કલચીરીને પોતાના પૂર્વના દેવ અને મનુષ્યપણાના ભવો યાદ આવ્યા.
.
પૂર્વ ભવમાં પોતે જે શ્રમણપણાનું પાલન કર્યુ હતું, તે પણ તેમને