________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૫૫
કેવા પ્રકારે યાદ આવ્યા, એ જોવાનું છે.
આ યાદમાંથી તો, હવે, જબરજસ્ત શુભ પરિણામ નિપજવાનું
આ પ્રમાણે પિતાજીના ઉપકારનો વિચાર કરીને, તે વલ્કલગીરી, પોતાના બંધુ રાજા પ્રસન્નચન્દ્રની પાસે ગયા અને તેમને કહ્યું કે- “દેવ ! પિતાજીનાં ચરણોનું દર્શન કરવાને માટે હું ખૂબ જ ઉત્સુક બન્યો છું.'
રાજાએ કહ્યું કે- “એ આપણા બન્નેના પિતા છે, એ જેમ તારા પિતા છે તેમ મારા પણ પિતા છે, એટલે એમનાં ચરણોનું દર્શન કરવાનું જેવું સુકય તને છે, તેવું સૂકય મને પણ છે.'
પછી બન્ને ભાઇઓ, પરિવાર સાથે પોતાના પિતા સોમચન્દ્ર તાપસનાં ચરણોથી જે આશ્રમ વિભૂષિત હતો તે આશ્રમે પહોંચ્યા. બન્ને ય ભાઇ ત્યાં આવીને જવા વાહનમાંથી નીચે ઉતર્યા, કે તરત જ વલ્કલચીરીએ કહયું કે- “આ તપોવનને જોઇને રાજ્યલક્ષ્મી તો મને તણખલા સમી લાગે છે. આ તે સરોવર છે, કે જ્યાં હું હંસની જેમ કીડા કરતો હતો, આ તે વૃક્ષો છે, કે જેમની સાથે હું મિત્રની માફક ધૂળમાં રમ્યો હતો, અને આ તે માતા સમી ભેંસો છે, કે જેમનાં દૂધ મેં પીધાં છે.
સ્વામિનું ! આ વનમાં કેટલાં બધાં સુખો છે, તેનું હું કેટલુંક વર્ણન કરું? અરે, બીજાં બધાં ય સુખોની વાત તો દૂર રહી, પણ અહીં પિતાજીની સેવાનું જે એક સુખ છે, તે પણ રાજ્યમાં મને કયાં મળે તેમ છે?”
વલ્કલચીરીના અન્તઃકરણમાં કેવું મોટું પરિવર્તન આવી જવા પામ્યું છે, તેનો ખ્યાલ તેમનાં આ વચનોથી પણ આવી શકે તેમ છે.
પછી બન્નેય ભાઇઓ આશ્રમમાં પેઠા. સોમચન્દ્ર ઋષિને જોઇને રાજા પ્રસન્નચન્દ્ર નમસ્કાર કરતા કહ્યું કે- 'તાત ! આપનો પુત્ર પ્રસન્નચન્દ્ર આપને નમસ્કાર કરે છે.' નમસ્કાર કરતા એવા રાજાને દેહે સોમચન્દ્ર ઋષિએ એવી રીતિએ હાથ ફેરવવા માંડ્યો, કે જાણે તેનાં અંગો ઉપરની માર્ગમાં ઉડેલી ધૂળને સાફ કરતા હોય. રાજાએ પણ એ વખતે રોમાંચનો