________________
૧૫૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વલરી વળ્યા એવી જા આવીને
સથકને પોતાના માર્ગના ઉપકારી તરીકે ઓળખાણ કરાવીને છોડી દીધો.
વલ્કલચીરી તો અહીં સુખસાહાબીમાં કાળ નિર્ગમન કરતો હતો, જ્યારે વનમાં સોમચન્દ્ર તાપસના દુ:ખનો પાર નહોતો. પહેલાં તો તેમણે વલ્કલચીરીને જોયો નહિ, એટલે તે વલ્કલચીરીને શોધવાને માટે આખાય જંગલમાં ફરી વળ્યા. કોઈ ઝાડ એવું નહોતું, કે જે ઝાડ વલ્કલચીરીને શોધતા સોમચંદ્ર તાપસના આંસુથી ભીંજાયું ન હોય પછી રાજા પ્રસન્નચંદ્ર મોકલેલા માણસોએ સોમચંદ્ર તાપસની પાસે આવીને વલ્કલચીરીના સઘળા સમાચારો કહ્યા અને તેથી સોમચંદ્ર તાપસ પ્રફુલ્લ નેત્રોવાળા બન્યા, પરંતુ પુત્રના વિયોગથી સોમચંદ્ર તાપસે એટલું બધું રૂદન કર્યું હતું, કે જેને લઇને તે અધપણાને પામ્યા હતા. એ વૃદ્ધ અને અબ્ધ બનેલા સોમચંદ્ર તાપસને બીજા તાપસો લ વિગેરે લાવી આપતા હતા અને તે ફલાદિકથી સોમચન્દ્ર તાપસને તપનું પારણું કરાવતા હતા.
આમ બાર વર્ષના વહાણાં વહી ગયાં. તે પછી એક વાર વલ્કલગીરી મધ્યરાત્રિએ જાગી ગયો. એ વખતે એને એના પિતા સોમચન્દ્ર તાપસ યાદ આવ્યા. તેણે પોતાના પિતાના ઉપકારોને યાદ કરવા માંડ્યાં. તેણે વિચાર્યું કે- “મન્દ ભાગ્યવાળો હું જભ્યો કે તરત જ મારી માતા મરણ પામી; એટલે પિતાજીએ અરણ્યમાં વસવા છતાં પણ બાળક એવા મારી ચાકરી કરી. હું અહનિશ પિતાજીની કેડમાં રહેતો હતો અને એથી દુરાત્મા એવા મેં પિતાજીને તપના કષ્ટથી પણ અધિક એવું કષ્ટ આપ્યું હતું. તે પછી યુવાવસ્થાને પામેલો હું જ્યાં પિતાજીના પ્રત્યુપકારને માટે સમર્થ બન્યો, ત્યાં તો અજિતેન્દ્રિય અને પાપી એવો હું દેવના યોગે અહીં આવ્યો. ખરેખર, પિતાજીનો મારા ઉપર એવો મોટો ઉપકાર છે કે-એક ભવમાં તો હું તેમના ઋણમાંથી મુકત થઇ શકું તેમ નથી ? કારણ કે-પિતાજીએ પોતે કષ્ટોને સહન કરીને મને છેક નાનેચી આટલો મોટો કર્યો છે !'
રસાસ્વાદના લોભમાં અને પછી ભોગરાગની આધીનતામાં પિતાજી ભૂલાઇ ગયા હતા-એ સાચું, પણ જ્યારે પિતાજી યાદ આવ્યા ત્યારે તે