________________
ઉપર
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ બીજ આદિની વાતમાં જતાં પહેલાં, ચરમાવર્તન પામેલા પણ જીવોને કેટલાક કાલ પર્યન્ત કેટલાંક કારણોસર શુદ્ધ ધર્મનો રાગ પ્રાપ્ત થઇ શકે નહિ એ શકય છે-એ વાતના સમર્થન માટે જે વલ્કલચીરીને યાદ કર્યા હતા, તેમનો શેષ પ્રસંગ પૂરો કરી લઇએ. બાળકને જેમ ધૂળનાં ઘર બનાવવાંએ વિગેરે બાલક્રીડાઓમાં જ આનંદ આવે છે, પણ યુવાનવય આવતાં જ્યારે તેનામાં ભોગરાગ જન્મે છે, ત્યારે તેને એ જ બાલક્રીડાઓ પ્રત્યે અરૂચિભાવ પ્રગટે છે અને ભોગની સાધનામાં જ આનંદ આવે છે, તેમ અચરમાવર્ત કાલમાં જીવને વિષય અને કષાયની આધીનતામાં જ આનંદ આવે છે, પણ ચરાવર્ત કાલ રૂપ ધર્મયૌવનના કાળમાં આવતાં જ્યારે તેનામાં ધર્મરાગ જન્મે છે, ત્યારે તેને વિષયકષાયની આધીનતામાં પહેલાંના જેવો આનંદ આવતો નથી, પણ તે તરફ અરૂચિભાવ પ્રગટે છે અને ધર્મની સાધનામાં જ સાચો આનંદ આવવા લાગે છે. એ વાતને અંગે આપણે વિચાર્યું કે-સામગ્રીના અભાવ આદિ કારણે જેમ યુવાનવયને પામેલા પણ. માણસમાં ભોગરાગ જન્મે નહિ. એ શકય છે, તેમ ચરમાવર્તન પામેલા પણ જીવમાં, સામગ્રીનો અભાવ, ગુરૂકમિતા આદિ કારણે કેટલાક કાલ પર્યન્ત ધર્મરાગ જન્મ નહિ-એ શકય છે. એ વાતને અંગે આપણે વલ્કલચીરીને યાદ કર્યા અને તે યુવાવસ્થાને પામ્યા પછી પણ કયા કારણે ભોગરાગને પામ્યા નહિ તેમજ કેટલી મુશ્કેલીએ એ ભોગરાગને પામ્યા, એ આપણે જોઇ આવ્યા. એ પુણ્યાત્મા એ જ ભવમાં કેવલજ્ઞાનના સ્વામી બનીને પોતાના પિતા તથા પોતાના વડિલ ભાઇના પણ તારક બન્યા હતા અને એથી જ આપણે એ પુણ્યાત્માના શેષ પ્રસંગને જોવાને ઇચ્છીએ છીએ. - રાજા પ્રસન્નચ વલ્કલચીરીને સઘળા વ્યવહારને જાણનારો બનાવ્યો-એટલું જ નહિ, પણ પિતાના રાજ્યનો એક વિભાગ વલ્કલચીરીને આપીને રાજાએ કૃતાર્થતા અનુભવી.
આવી રીતિએ પોતાના નાના ભાઇને બોલાવીને પિતાની સંપત્તિમાંથી ભાગ આપનારા આજે કેટલાક નીકળે ? નાના ભાઇને બોલાવીને તેનો