________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૫૧ પરણાવી. દેવ ! એ વિવાહના ઉત્સવ નિમિત્તે મારે ત્યાં વાજિંત્રો વાગતાં હતાં. આપ દુઃખી છો-એવું હું જાણતી નહોતી, તો આપ મારા અપરાધની ક્ષમા કરો !'
અજાણી વેશ્યાએ વલ્કલચીરીની એટલી બધી આગતા-સ્વાગતા કેમ કરી, તેનું કારણ હવે સમજાયું ને ? નિમિત્તના જાણકારો આવી ભવિષ્યની વાતો પણ કરી શકે છે. નિમિત્તશે કહ્યું હશે કે-તારે ત્યાં જે યુવાન ઋષિકુમાર આવશે તે રાજસુખને ભોગવનારો બનશે, એટલે વેશ્યા મળેલી તેવી તકનો લાભ લેવામાં વિલંબ કરે ખરી ? વેશ્યાએ તો અપરાધમાંથી છૂટવાને માટે પોતાની હકીકત કહી પણ એ હકીકત સાંભળીને રાજા પ્રસન્નચંદ્રને તરત જ એ વિચાર આવ્યો કે- “આ વેશ્યા જે ઋષિકુમારની વાત કરે છે, તે કદાચ મારો નાનો ભાઇ વલ્કલચીરી હોય તો ?' આથી રાજાએ તે માણસોને બોલાવ્યા, કે જેમણે અગાઉ વલ્કલચીરીને જોયો હતો અને તેમને પેલી વેશ્યાને ત્યાં જઇને એ ઋષિકુમાર તે “વલ્કલગીરી જાતે જ છે કે નહિ' -તેની ખાત્રી કરી આવવાની આજ્ઞા ફરમાવી. એ માણસો જાતે જઇને વલ્કલચીરીને જોઇ આવ્યા અને રાજા પ્રસન્નચંદ્રને કહ્યું કે- “આપ ધારો છો તે જ એ ઋષિકુમાર છે.' સુંદર
સ્વમના દર્શનથી માણસ જેય હર્ષ પામે તેમ રાજા પ્રસન્નચક્ર પણ એ વાતને સાંભળીને અતિશય ખુશ થઇ ગયા. તરત જ રાજા પ્રસન્નચન્દ્ર પેલી વેશ્યાના ઘરે ગયા અને વલ્કલચીરીને તેની નવવધૂ વેશ્યાપત્રીની સાથે હાથી ઉપર બેસાડીને પોતાના મહેલમાં લઇ આવ્યા.
અહીં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“રિસ્વત્યિવદારો, રીંગbiાર મે સ: I”
એટલે કે-રાજા પ્રસન્નચન્દ્ર ક્રમે કરીને તે વલ્કલચીરીને અખિલ વ્યવહારને જાણનારો બનાવ્યો.
હવે આપણે આ પાંચમી વિશિકામાં સદુધર્મ રૂપ કલ્પવૃક્ષના