________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે ? ત્યાં તો વળી વેશ્યાઓએ મંગલ વાંજિત્રો વગાડ્યાં. એ વાજિંત્રોના નાદથી ‘આ શું ?' એમ સંભ્રાન્ત થઇ ઇને વલ્કલચીરીએ પોતાના બન્ને હાથથી પોતાના બન્ને કાનોને ઢાંકી દીધા.
૧૪૯
આટઆટલું થવા છતાં, વલ્કલચીરીની મુગ્ધતા હજુ ગઇ નથી અને તેનામાં ભોગરાગ પ્રગટ્યો નથી. આમ જૂઓ તો વય યુવાન છે, છતાં આ દશા છે. આપણો મુઠ્ઠી એ જ છે કે-ચરમાવર્તને પામેલો જીવ પણ જો તેવો ગુરૂકર્મી આદિ હોય તો શુદ્ધ ધર્મરાગને સહેલાઇથી પામી શકતો નથી.
તમને એમ થતું હશે કે-અજાણી વેશ્યાએ વલ્કલચીરીની આટલી બધી આગતા-સ્વાગતા કેમ કરી ? પણ તેમ કરવામાં તેનો ઉંડો સ્વાર્થ હતો. અહીં વેશ્યાના આંગણે ગાજતો વાજિંત્રોનો નાદ, છેક રાજા પ્રસન્નચંદ્રના કાન સુધી પહોંચી ગયો. રાજા તે સમયે દુ:ખની અતિશય અતિથી, માછલું જેમ થોડા પાણીમાં તરફડે તેમ, તરફડતો શય્યામાં પડ્યો હતો. રાજાના દુઃખનું કારણ એ હતું કે-વલ્કલચીરીને યેન કેન લલચાવીને પોતનપુરમાં લઇ આવવાને માટે રાજાએ જે વેશ્યાઓને મુનિવેષ ધારણ કરાવીને જંગલમાં મોકલી હતી, તે જેવી ગઇ હતી. તેવી પાછી આવી ગઇ હતી. તેમણે આવીને રાજાને કહ્યું હતું કે- ‘આપે સૂચવેલા પ્રકારોથી અમે તે વનેચર કુમારને લલચાવવામાં તો સફલ નિવડી; કુમારે અહીં આવવાને માટે અમારી સાથે સંકેત પણ કર્યો; પરન્તુ તે જ વખતે તેમના પિતાને દૂરથી આવતા જોઇને, તેમના શ્રાપના ભયથી અમે ત્યાંથી ભાગી છૂટી : કારણ કે-અમે સ્ત્રીઓ સ્વભાવથી જ કાયર હોઇએ છીએ તે કુમાર અમારા પ્રલોભનને એટલો બધો વશ બની ગયો હતો કે-હવે તે અમને શોધતો શોધતો વર્તવન રખડશે, પણ તેના પિતાના આશ્રમમાં પાછો નહિ જાય.' આ સાંભળીને રાજા પશ્ચાત્તાપના દુ:ખમાં ડૂબી ગયો. તે વિચારવા લાગ્યો કે- 'જડ એવા મેં આ કરી શું નાખ્યું ?' મેં પિતા-પુત્રનો વિયોગ કરાવ્યો અને નાનો ભાઇ તો મને