________________
૧૪૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હતું, તે તેણે વેશ્યાની સામે ધરીને પ્રાર્થના રૂપે કહ્યું કે- “મને એક કુટીર આપો અને તેના ભાડાનું આ દ્રવ્ય લો.'
વેશ્યાએ કહ્યું કે- “આ તમારી જ કુટીર છે, માટે આને તમે ગ્રહણ કરો.'
આમ કહીને વેશ્યાએ વલ્કલચીરીના અંગસંસ્કારને માટે હજામને બોલાવ્યો. વલ્કલચીરી ના પાડતો રહ્યો અને હજામે તો વેશ્યાની આજ્ઞાથી તેના હાથ-પગના નખ, તેને કશી જ તકલીફ પમાડ્યા વિના, ઉતારી લીધા. હવે તેને સ્નાન કરાવવાને માટે વેશ્યાએ તેનું વલ્કલનું વસ્ત્ર ઉતારી લઇને બીજું વસ્ત્ર પહેરાવ્યું. આ વસ્તુ વલ્કલચીરીને માટે ખૂબ અસહા બની. તે બાળકની માફક રટણ કરતાં કરતાં વેશ્યાને કહેવા લાગ્યો કે- “હે મહામુનિ ! જે મુનિવેષમેં જન્મથી ધારણ કર્યો છે, તેને આપ લઇ લો નહિ !'
વેશ્યાએ જવાબમાં કહ્યું કે- “આ આશ્રમમાં જે મહષિઓ અતિથિ તરીકે પધારે છે, તેમનો આવો જ ઉપચાર કરાય છે, તો તમો કેમ ના પાડો છો ? મુનિપુત્ર ! જો તમે અમારા આશ્રમના આવા આચારોને સ્વીકારશો, તો જ તમને અહીં કુટીર મળી શકશે.'
વેશ્યાએ આવું કહ્યું એટલે વલ્કલચીરી તો, મંત્રથી વશ કરેલા સાપની જેમ, સ્થિર થઇ ગયો; કારણ કે-એને અહીં રહેવાનો લોભ હતો.
પછી વેશ્યાએ જાતે જ વલ્કલચીરીના માથામાં તેલ નાખીને તેના જટિલ કેશપાશને ચોળ્યો અને તેના એક એક વાળને છૂટો પાડ્યો. તે પછી તેણીએ વલ્કલચીરીના શરીરે તેલનું મર્દન કર્યું અને તે વલ્કલચીરીને એટલું બધુ મીઠું લાગ્યું કે-એની આંખો એના સુખથી ઘેરાવા લાગી. આટલું કરીને વેશ્યાએ વલ્કલચીરીને ઉષ્ણ અને સુગંધવાળા પાણીથી સ્નાન કરાવીને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભૂષણો પહેરાવ્યાં. પછી તે વેશ્યાએ પોતાની એક ન્યાનું વલ્કલચીરીની સાથે લગ્ન કર્યું.
તે વખતે ત્યાં આવી મળેલી બધી વેશ્યાઓએ વર-વહુને ગાવા માંડ્યાં, ત્યારે વલ્કલચીરી વિચાર કરે છે કે- “આ ઋષિઓ શાનો પાઠ કરે