________________
૧૫૦
ચીદ ગુણસ્થાનક ભાગ-૧
મળ્યો નહિ ! પિતાથી વિખૂટો પડી ગયેલો તે હવે કેમ કરીને જીવશે ? આ દુઃખના યોગે બેચેનીથી તરફડતો રાજા જે વખતે શય્યામાં પડ્યો હતો, તે વખતે તેના કાને વાજિંત્રોનો ધ્વનિ પહોંચ્યો. વાજિંત્રનો એ ધ્વનિ તેને અપ્રિય અતિથિના જેવો લાગ્યો. તે બોલ્યો કે- જે વખતે આખુંય નગર મારા દુઃખે દુઃખિત બનેલું છે, તે વખતે આ કયો લોકોત્તર સુખી છે, કે જેના આંગણે વાજિંત્રનો ઘોષ થાય છે ? અથવા તો સૌ કોઇ સ્વાર્થનિષ્ઠ છે, કારણ કે-મૃદંગનો આ અવાજ કોઇકને આનંદ આપે છે, જ્યારે મને તો જાણે મૃદુગરના ઘા જેવો લાગે છે.'
અહીં એ પણ વિચારવા જેવું છે કે રાજાને વાજિદ્રનો નાદ ક્ષત ઉપર ભાર નાખવા જેવો લાગે છે, છતાં રાજા એ નાદને અટકાવવાનો હુકમ કરતો નથી. રાજાના દુઃખે દુઃખી નહિ થતાં, પોતાના આનંદમાં મસ્ત રહીને વાજિંત્ર વગડાવનારને પકડીને બાંધી લાવવાનો હુકમ રાજા કરતો નથી. એ વિચાર કરે છે કે-મને જેમ મારો સ્વાર્થ પ્રિય છે, તેમ એને એનો સ્વાર્થ પણ પ્રિય હોય ને ? રાજા હોવા છતાં આવા સમયે આવો વિવેક રહેવો, એ બહુ મુશ્કેલ વાત છે. શેઠીયાઓ પણ નોકરોના આવા કૃત્યને સહી લે ખરા ?
પણ અહીં બને છે એવું કે-રાજા જે બોલ્યા, તે કોઇકે સાંભળ્યું. એણે બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી, એમ એ વાત એકદમ ફેલાઇ ગઇ અને એ વાત પેલી વેશ્યાના કાને પણ પહોંચી ગઇ. તરત જ તે વેશ્યા રાજા પ્રસન્નચન્દ્રની પાસે પહોંચી ગઇ. વેશ્યા છે એટલે તેને ધૃષ્ટતાભરી પ્રગભવાણી વદતાં તો આવડે ને ? રાજાને નમસ્કાર કરી, હાથ જોડીને તે કહેવા લાગી કે- ‘દેવ ! મારે ત્યાં કેટલાક વખત પહેલાં એક દેવ# આવ્યો હતો. તેણે કહ્યું હતું કે-તારે ઘેર ઋષિવેષને ધરનારો એક યુવાન આવશે અને તેને તું તારી કન્યા આપજે. એ દવષે કહ્યા મુજબ આજે મારે ત્યાં એક ઋષિવેષને ધરનારો યુવાન આવ્યો. બળદીયા જેવો તે વ્યવહારને તો જાણતો જ નથી, પણ મેં તો દેવશે કહ્યા મુજબ મારી કન્યાને તેની સાથે