________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૬૧
પ્રકારના વિચારોથી જીવ પોતાને મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં ઉત્સાહિત બનાવી શકે છે. તેવા પ્રકારનાં કર્મોનો ઉદય જોરદાર હોય, તો મોક્ષસાધક પુરૂષાર્થ આદરવાના પરિણામો પ્રગટે નહિ એ શકય છે, પણ આ સામગ્રીનૅ પામેલા જીવે પ્રયત્ન કરવાનું છોડવું નહિ જોઇએ. ફરી ફરી પ્રયત્ન કરતા રહેવું જોઇએ. અભવ્ય અને દુર્વ્યવ્ય આત્માને જેમ મોક્ષસાધક પુરૂષાર્થની વાત રૂચતી નથી, તેમ કર્મગુરૂ ભવ્યાત્માઓને પણ તેમની કર્મગુરૂતાના પ્રતાપે મોક્ષસાધક પુરૂષાર્થની વાત રૂચે નહિ એ શક્ય છે; પણ આપણને તો આ બધી વાતો સમજાય છે અને રૂચે છે ને ? જેઓને આ બધી વાતો સમજાય છે અને રૂચે છે, તેઓએ તો હવે એક માત્ર મોક્ષસાધક પુરૂષાર્થની સાધનામાં જ કેમ લાગી શકાય, તેનો વિચાર અને પ્રયત્ન કરવો જોઇએ. મોક્ષસાધક પુરૂષાર્થની સાધનાના પરિણામો ન જાણતા હોય, તોય હતાશ થયા વિના એ પરિણામોને ગવવાના પ્રયત્નો કર્યા કરવા જોઇએ. એ માટે સદ્ગુરૂઓનો પરિચય, સચ્છાસ્ત્રોનું શ્રવણ, તેનું મનન તથા શ્રી જિનપૂજાદિ નિયમિત રીતિએ કરવું જોઇએ, એમ કરવાથી સમ્યગ્દર્શન શુદ્ધ બને છે અને વિરતિના પરિણામોને રોધનાર કર્મ ક્ષીણ થઇ જાય છે. સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા આત્માઓ પણ, આવા પ્રયત્નો દ્વારા મોક્ષાભિલાષને તેજ બનાવીને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં સહાયક એવી સુંદર આત્મદશાના સ્વામી બની શકે છે. સ્વભાવ ભવ્ય હોય તો :
અહીં કાળની વાત આવવાથી અને પાંચ કારણોમાં તેની પ્રધાનતા કયારે કેવી હોય છે-તે વાત આવવાથી, એ વાત કાંઇક વિસ્તારથી વર્ણવી છે; પણ આ વાત યથાર્થપણે સમજ્યા પછી તો ‘કાળ પાકશે ત્યારે સૌ થઇ રહેશે' -એવો વિચાર પણ સમજુ આત્માને સ્પર્શી શકે નહિ. કાળ તો પાંચ કારણોમાંનું એક કારણ છે. વળી કાળની આવી પરિવતાની વાત પણ ચરમાવર્તવર્તી આત્માને જ રૂચી શકે છે, એટલે કાળનું, સ્વભાવનું તથા ભવિતવ્યતાનું પણ અનુકૂળપણું જ છે-એમ