________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૫૩
નાના છ સાગ
ઇચ્છા મુજબ તેમને યાદ તો પટ રાજાએ
ભાગ તેને સુપ્રત કરી દેવા સુધી ન પહોંચાય, તો પણ એ લેવા આવે તો તો આનંદથી તેને તેનો ભાગ આપી દેવાની તૈયારી ખરી ને ? એને અદાલતનો આશરો લેવાનું કહેવાજોગી હાલત તો નહિ ને ? આ વાતનો પણ તમે વિચાર કરી જોજો.
રાજા પ્રસન્નચંદ્ર તો વલ્કલચીરીને રાજ્યનો વિભાગ આપ્યા પછીથી, તેને અપ્સરાઓ જેવી રાજકન્યાઓ પણ પરણાવી. હવે તો વલ્કલચીરીમાં ભોગરાગ ઉત્પન્ન થઇ ગયેલો છે, એટલે ભોગની વાત આવે છે. સુખ રૂપી સાગરના જલમાં વલ્કલચીરી હાથીની જેમ પોતાની પત્નીઓની સાથે સારી રીતિએ રમવા લાગ્યો અને તેની સર્વ અભિલાષાઓ પૂર્ણ થવા લાગી. '
વલ્કલચીરી આટલી બધી સુખસાહાબીને પામનારો અને તેને ઇચ્છા મુજબ ભોગવનારો બન્યો, તે છતાં પણ તેને પેલા રથિનો ઉપકાર યાદ હતો. તમને યાદ તો હશે જ કે-વલ્કલચીરીને યેન કેન લલચાવીને પોતનપુરમાં લઇ આવવાને માટે રાજાએ જે વેશ્યાઓને વનમાં મોકલી હતી, તે સોમચંદ્ર તાપસના શ્રાપના ભયથી વલ્કલચીરીને લીધા વિના જ ભાગી ગઇ હતી અને વલ્કલચીરી રઝળતો થઇ ગયો હતો. તે વખતે તેને માર્ગમાં એક રથવાળો મળ્યો હતો અને તેણે વલ્કલચીરીને પોતનપુર સુધી લાવીને કેટલુંક દ્રવ્ય પણ આપ્યું હતું. એ દ્રવ્ય ચોરની મિલ્કત હતી, એ વાત પણ યાદ છે ને ? પોતનપુરમાં આવ્યા પછીથી તે રથિક પેલા ચોરે આપેલાં ઘરેણાંને વેચવાને માટે નગરમાં નીકળ્યો. પેલા ચોરે આ નગરમાંથી જ ચોરી કરીને મિલ્કત કરી હતી, એટલે આ રથિક જ્યાં નગરમાં ચોરે દીધેલા દાગીના વેચવા નીકળ્યો, ત્યાં જ સપડાઇ ગયો. સૌએ પોતપોતાના દાગીનાઓને ઓળખી કાઢ્યા અને પેલા રથિકને જ ચોર માનીને તેને કોટવાળોની પાસે પકડાવ્યો. કોટવાળો તેને બાંધીને રાજકારે લઇ આવ્યા. ત્યાં તેને વલ્કલચીરીએ જોતાંની સાથે જ ઓળખી, કાઢ્યો અને તેના તરફ અમૃતભરી નજર કરી. પછી વલ્કલચીરીએ તે