________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૪૭
આમ તેઓ પોતનપુરે આવી પહોંચ્યા. રથિકે વલ્કલચીરીને કહ્યું કે- ‘આ જ તારો પોતનાશ્રમ છે.' પછી, પોતાની પાસેના ધનમાંથી કેટલુંક ધન વલ્કલચીરીને આપીને, રથિકે પોતાના તે માર્ગમિત્રને હસતાં હસતાં કહ્યું કે- ‘આ આશ્રમમાં દ્રવ્ય વગર આશ્રય મલી શકતો નથી, માટે આ દ્રવ્ય કોઇને આપીને તેના બદલામાં આશ્રય મેળવજે.’
આમ કહીને રથિક, તે તો પોતાના સ્થાને ચાલ્યો ગયો અને આ વલ્કલચીરી નગરનાં મકાનોને જોતો જોતો અને ‘હું આમાં જાઉં' કે ‘તેમાં જાઉં' એમ વિચાર કરતો કરતો આખા નગરમાં ભટકવા લાગ્યો. રસ્તામાં જે કોઇ સ્ત્રી કે પુરૂષ મળે, તે સર્વને મહર્ષિ કલ્પીને મુગ્ધ બુદ્ધિવાળો આ કુમાર, તેમને નમસ્કાર કરવા લાગ્યો. વનમાં એને મહર્ષિ સિવાયનો પરિચય નહોતો અને જે કોઇ મહર્ષિ મળે તેમને નમસ્કાર કરવાનું એને શિક્ષણ મળ્યું હતું. એ મુજબ તે અહીં પણ જે મળે તેને મહિષ માનીને નમસ્કાર કરવા લાગ્યો અને એથી નગરનો તેનો ઉપહાસ કરવા લાગ્યા. આવા માણસને જોઇને તેનો ઉપસાહ કરાય કે તેની હકીકતને જાણવાનો પ્રયત્ન કરાય ? લોકમાં અન્યનો ઉપહાસ કરવાનો એટલો બધો રસ હોય છે કે-તક મળી જાય તો એ ગમે તેનો ઉપહાસ કરવાનું ચૂકે નહિ. હીન ગુણવાળાને, અલ્પ બુદ્ધિવાળાને, બહેરા-મુંગા-બોબડા વિગેરેને જોઇને, તેમનો ઉપહાસ કરનારાઓએ, સમજવું જોઇએ કેએવો ઉપહાસ ભવાન્તરમાં આપણને એથી પણ વધારે ઉપહાસનક હાલતમાં મૂકી દે છે.
આ રીતિએ લોકો જ્યારે વલ્કલચીરીનો ઉપહાસ કરવા લાગ્યા, ઍટલે વલ્કલચીરી ધનુષ્યમાંથી છૂટેલા બાણની માફક જરાય સ્ખલના પામ્યા વિના એક મકાનમાં, ઝડપથી પેસી ગયો. એ મકાન એક વેશ્યાનું હતું. વલ્કલચીરી તો વેશ્યાના એ મકાનને પણ આશ્રમ માનતો હતો અને વેશ્યાને મુનિ માનતો હતો, એટલે વેશ્યાને જોઇને તેણીને પણ ‘તાત’ કહીને તેણે નમસ્કાર કર્યો. પછી પોતાની પાસે જે દ્રવ્ય રથિકનું આપેલું