________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એવી એ વેશ્યાઓને બીક લાગી હતી.
હવે વલ્કલચીરીનું શું થાય ? તેના પિતા સોમચંદ્ર તાપસ પોતાના સ્થાને ચાલ્યા ગયા, એટલે વલ્કલચીરીએ પેલી વેશ્યાઓને ઢુંઢવા માંડી. વેશ્યાઓ ભાગી ગઇ, એથી વલ્કલચીરીને પોતાનું સર્વસ્વ લૂંટાઇ ગયું હોય એમ લાગ્યું. તે આખાયે વનમાં શોધી વળ્યો, પણ તેને પેલી વેશ્યાઓ મળી નહિ. હતાશ થઇને તે મૃગલાની જેમ વનમાં આમથી તેમ આંટા મારવા લાગ્યો.
૧૪૫
એટલામાં તેણે રથને હંકારી જતા એક પુરૂષને જોયો. વલ્કલચીરીએ માન્યું કે-આપણ એક ઋષિ જ છે; કારણકે-આ દુનિયામાં ઋષિ સિવાયના કોઇ માણસો જ નથી, એવો એનો ખ્યાલ હતો. વલ્કલચીરીએ પોતાના માનેલા એ ઋષિને સંબોધીને કહ્યું કે- ‘તાત ! આપને મારા નમસ્કાર હો.'
.
રથિએ પૂછ્યું કે- ‘કુમાર ! તું કયાં જાય છે ?' વલ્કલચીરીએ કહ્યું કે- ‘મહર્ષિ ! પોતન નામે જે આશ્રમસ્થાન છે ત્યાં મારે વું છે.'
રથિકે કહ્યું કે- ‘મારે પણ પોતનાશ્રમમાં જ્યું છે.' આથી વલ્કલચીરીએ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યું. રથિક સ્ત્રી રથમાં બેઠી હતી. વલ્કલચીરીએ રસ્તે ચાલતાં વાત વાતમાં તેણીને પણ વારંવાર ‘તાત' તરીકે સંબોધવા માંડી. આથી તેણીએ પોતાના સ્વામિને પૂછ્યું કે- ‘આ કુમાર મને કેમ ‘તાત' ‘તાત' કહ્યા કરે છે ?'
રથિકે કહ્યું કે - ‘સ્ત્રીનશૂન્ય એવા આ વનમાં રહેનારો આ મુગ્ધ કુમાર સ્ત્રી-પુરૂષના ભેદને જાણતો નથી અને એથી તે તને પણ પુરૂષ માને છે.’
વલકલચીરીએ જેમ ઋષિ સિવાયના માણસોને જાણ્યા નહોતા, તેમ મૃગલાં સિવાયનાં ઘોડા વિગેરે દોડનારાં મોટાં પશુઓને પણ જાણ્યાં