________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૪૩
રહેતો નથી, તેમ શુક ધર્મના રાગને પામેલા જીવને પણ સંસાર પ્રત્યે ઉદ્વેગ આવે છે. ભોગરાગને જન્મવાને માટે જેમ યુવાનીની અપેક્ષા પ્રધાનપણે રહે છે. તેમ ધર્મરાગને જન્મવાને માટે ચરમાવર્ત કાલની અપેક્ષા પ્રધાનપણે રહે છે. ચરમાવર્ત કાલને પામ્યા પછી ય જીવને શુદ્ધ ધર્મરાગની પ્રાપ્તિ, જરૂરી સામગ્રીની પ્રાપ્તિ તથા લઘુકમિતાની પ્રાપ્તિ-એ વગેરેના અભાવમાં થઈ શકતી નથી. જેમ યુવાનીને પામેલા અને ભોગરાગ જેનામાં જન્મી શકે એવું છે એવા પણ જીવમાં સામગ્રીનો અભાવ, અજ્ઞાન આદિ કારણે ભોગરાગ જન્મી શકતો નથી તેમ ! એ માટે આ વલ્કલચીરીનું ઉદાહરણ. ઘણું જ બંધબેસતું છે.
“અમારા આશ્રમનાં મહારસવાળાં વનફળોનું જે કોઇ આસ્વાદન કરે છે, તેનું શરીર આવું સુકોમળ બની જાય છે અને તેનું વક્ષ:સ્થલ પણ આવું ઉન્નત બની જાય છે.' –આવું વેશ્યાઓએ કહ, એટલે વલ્કલચીરીએ તો વેશ્યાઓની એ વાત પણ માની લીધી; એથી વેશ્યાઓને તો લાગ્યું કે-આને આકર્ષણ તો થયું, એટલે તક જોઇને વલ્કલચીરીને વેશ્યાઓએ કહ્યું કે- “મહર્ષિ ! તમે પણ તમારા આ આશ્રમને અને આ સાર વગરનાં ફલોને હવે તજી દો; પધારો અમારા આશ્રમમાં અને તમે પણ બનો અમારા જેવા !'
વલ્કલચીરી તો મિઠાઇની મધુરતાથી અને તેના આસ્વાદનના તેને કહેવામાં આવેલા પરિણામથી એટલો બધો લોભાઇ ગયો હતો કેતે જાણે વેશ્યાઓના આવા આમંત્રણની રાહ જ જોઈ રહ્યો હતો. વલ્કલગીરી તરત જ તે વેશ્યાઓની સાથે જવાને માટે તૈયાર થઇ ગયો. તેમણે અંદર અંદર નક્કી કરી લીધું કે આપણે હવે અમુક સમયે અને અમુક સ્થળે મળીશું.
આ મુજબનો સંકેત કરીને વેશ્યાઓ અને વલ્કલચીરી છૂટાં પડ્યાં. વલ્કલચીરી પોતાના મઠમાં ગયો. ત્યાં જઇને તેણે પોતાની પાસે જે તાપસપણાનાં ઉપકરણો હતાં તે મૂકી દીધાં અને જે સ્થાને વેશ્યાઓને