________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૪૧ કરી કે- “તમારે મુનિવેષે જંગલમાં જઇને તમારા કોમળ અંગોના સ્પર્શથી, મધુર વાકયથી અને સાકરનાં બનાવેલાં વનફળો જેવાં ફળોથી મારા નાના ભાઇને લોભાવીને, તેને જેમ બને તેમ જલદી અહીં લઈ આવવાનો
રાજાની આજ્ઞા મુજબ તે વેશ્યાઓ જંગલમાં જઇને વલ્કલચીરીને મળી. એ વેશ્યાઓને જોતાંની સાથે જ વલ્કલચરીએ તેમને પૂછયું કેમહર્ષિઓ ! આપ કોણ છો અને આપનો આશ્રમ કયાં છે ?'
વેશ્યાઓએ પણ કહ્યું કે- “અમે પોતન નામના આશ્રમના ઋષિઓ છીએ અને તમારા અતિથિ બનીને અહીં આવ્યા છીએ. કહો, તમે અમારો શો સત્કાર કરશો ?'
વલ્કલચીરીએ, પોતે જે પાકાં અને મધુર ફળો જંગલમાંથી વીણી લાવ્યો હતો, તે ફળોને બતાવીને કહ્યું કે- “આપ આનું ભોજન કરો !'
' વેશ્યાઓએ કહ્યું કે- “અમારા આશ્રમમાં આવાં નીરસ ફળોને તો કોઇ અતિ નીરસ એવા મહર્ષિ પણ ખાતા નથી; માટે અમારાં આશ્રમનાં વૃક્ષોનાં જે ફળો અમારી સાથે અહીં લેતા આવ્યા છીએ, તે તમે ચાખો.'
એમ બોલીને એક ઝાડની નીચે વેશ્યાઓ બેઠી અને વલ્કલચીરીને પણ તેમણે ત્યાં બેસાડ્યો. પછી તેમણે પોતાની પાસેની સાકરની બનાવેલી મિઠાઇ, કે જે આકાર આદિથી વનફળોના જેવી જ હતી, તે તેને પોતાના આશ્રમના ફળ તરીકે ખવડાવી, એ મિઠાઇની મિઠાશે વલ્કલચીરીને લોભાવ્યો અને પોતે પોતાના પિતાની સાથે રોજ જે બિલ્વાદિક ફળો ખાતો હતો, તેના તરફ તેનામાં અરૂચિભાવ જભ્યો.
પછી વેશ્યાઓએ રાજા પ્રસન્નચંદ્રની આજ્ઞા મુજબ વલ્કલચીરીને પોતાના અંગોનો સ્પર્શ કરાવવા માંડ્યો. તેમના શરીરને કોમળ અને તેમના વક્ષ:સ્થલને ઉન્નત જોઇને વલ્કલચીરીના આશ્ચર્યનો પાર રહો નહિ. અત્યાર સુધીમાં તેણે જે જે તાપસોને જોયા હતા, તેમાંના કોઇનું
હતો, તેના પોતાના પિતા મિઠાઇની હતી, તે તેને પણ