________________
૧૪૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ઉંમરમાં જ રાજ્યગાદી ઉપર સ્થાપીને રાજા સોમચંદ્રે રાણી ધારિણી સાથે જંગલમાં આવીને તાપસ તરીકેનું જીવન ગુજારવા માંડ્યું હતું. રાજા પ્રસન્નચંદ્ર મોટી ઉંમરના થયા બાદ, તેમના જાણવામાં આવ્યું કે-વનમાં મારી માતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આથી તેમને પોતાના સહોદરને જોવાની અને મળવાની તીવ્ર ઉત્કંઠા થઇ.
પોતાની એ ઉત્કંઠાને સફળ કરવાને માટે રાજા પ્રસન્નચંદ્રે ચિતારાને બોલાવીને, તેમને જંગલમાં ઇને નાના ભાઇનું રૂપ આલેખી લાવવાની આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા મુજબ ચિતારાઓએ વનમાં આવીને વલ્કલચીરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું અને પોતનપુરમાં પાછા જઇને તે ચિત્ર રાજા પ્રસનચંદ્રને સુપ્રત કર્યું. એ ચિત્રને જોતાં રાજા પ્રસન્નચંદ્રનો ભાતૃસ્નેહ ઉછાળા મારવા લાગ્યો. ભાઇ તો જંગલમાં છે, પણ અહીં ભાઇના ચિત્રને રાજા પ્રસન્નચંદ્રે આલિંગન કર્યું, તેને મસ્તકે વારંવાર ચુંબન કર્યું અને ખોળામાં પણ પોતાના નાના ભાઇને જ બેસાડતા હોય તેમ તે ચિત્રને મૂક્યું. સ્નેહરાગનો ઉછાળો, શાણા માણસને પણ આવી મોહમય ચેષ્ટાઓ કરવાને પ્રેરે, એમાં નવાઇ નથી.
રાજા પ્રસન્નચંદ્રને હવે નાના ભાઇને કોઇ પણ ભોગે નગરમાં લાવીને, તેને પિતાના રાજ્યનો ભાગ આપવાનું મન થયું. ‘હું અહીં રાજ્યસુખ ભોગવું અને મારો નાનો ભાઇ અરણ્યવૃત્તિથી જીવે એ બને નહિ' - એવો રાજાને વિચાર આવ્યો. રાજાને થયું કે- ‘વૃદ્ધ પિતા વ્રતનું આચરણ કરે તે તો યુક્ત છે, પણ આ મારો નાનો ભાઇ વનમાં વસે તે યોગ્ય નથી.' પણ રાજા પ્રસન્નચંદ્ર જાણતા હતા-કે પિતાની પાસેથી પોતાના નાના ભાઇને સહેલાઇથી નગરમાં લાવી શકાય તેમ નથી. આથી તેમણે લાંબો વિચાર કરીને નગરમાંથી કુશળ વેશ્યાઓને બોલાવી.
વલ્કલચીરીમાં ભોગરાગ જ્ન્માવીને તેને નગરમાં ઘસડી લાવવાની આ પેરવી ચાલી રહી છે ! એ કારણસર જ વનમાં મોકલવાને માટે વેશ્યાઓને પસંદ કરવામાં આવી છે. રાજા પ્રસન્નચંદ્રે વેશ્યાઓને આજ્ઞા