________________
યાનક ભાગ-૧
૧૩૯
મિથ્યાત્વથી પીડાતા ન હોય, તો તેઓને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ઘણી જ સહેલાઇથી થઇ શકે છે. એ રીતિએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થયા પછી તો તેઓ શુદ્ધ ધર્મની આરાધના પણ ઘણી જ સુંદર પ્રકારે કરી શકે છે. એ રાજાને જો શુદ્ધ માર્ગ મળ્યો હોત, તો સર્વ સંગના ત્યાગવાળી અને સર્વ પાપવ્યાપારોથી રતિ હોવાથી એકાન્ત નિરવદ્ય એવી શ્રી ક્ત દીક્ષાનો જ સ્વીકાર કરત ને ? તેમ થયું હોત તો રાણી સાથે પ્રેત નહિ અને એથી પણ આ અતિ બાલ પુત્રને ઉછેરવાની અતિ મોટી અને ઘણા મોહની કારણભૂત જવાબદારી માથે આવી પડત નહિ.
રાજાએ જાત જાતની મુશ્કેલીઓને વેઠીને પણ વલ્કલચીરીને મોટો કર્યો. ક્રમે કરીને વલ્કલચીરી યુવાવસ્થાને પામ્યો. હવે તે પોતાના પિતાની ચાકરી કર્યા કરે છે.
આપણે જોયું છે એ કે, જુવાની આવવા છતાં પણ તથાવિધ સામગ્રીનો જો અભાવ હોય, તો ભોગરાગ જન્મ નહિ. માત્ર એ અવસ્થા એવી છે કે-સામગ્રી આદિ મળી જાય તો ભોગરાગ ઝટ જન્મી શકે. જુવાની એટલે ભોગારાગને જન્મવાને માટેનો અનુકૂલ કાલ ! એ જ રીતિએ, શરમાવર્તકાલ એ સાચા ધર્મરાગને જન્મવાને માટેનો અનુકૂળ કાળ ખરો, પણ એ કાળમાં ય ભવ્ય જીવને જ્યાં સુધી તથાવિધ સામગ્રી આદિ મળે નહિ, ત્યાં સુધી ધર્મરાગ ન પણ જન્મ.
વલ્કલચીરી યુવાવસ્થાને પામ્યો, પણ એનામાં ભોગરાગ જભ્યો નહોતો. ભોગનું પ્રધાન સાધન સ્ત્રી અને સ્ત્રી રૂપે પણ જીવો હોઇ શકે છે, એ વાતની જ વલ્કલચીરીને ખબર નહોતી : કારણ કે-જે વનમાં એ વસતો હતો, એ વન સ્ત્રીરહિત હતું. વલ્કલચીરી તો એમ જ માનતો હતો કે, આ સંસારમાં માણસો તરીકે જે જીવો છે, તે બધા મુનિઓ જ છે : કારણકે એને માત્ર તપસ્વી સંન્યાસિઓનો જ યોગ થયો હતો. આ વાત તમે આગળના પ્રસંગથી સારી રીતિએ જાણી શકશો.
અહીં આપણે વચ્ચે પ્રસનચંદ્રને યાદ કરવા પડશે, કે જેમને નાની